હુરિયત કોન્ફરન્સ દ્વારા સ્પષ્ટતા: તોયબા સાથે કનેક્શન નથી

0
71
Share
Share

તોયબા સાથે સંબંધને લઇને હુરિયત વિવાદના ઘેરમાં છે

નવી દિલ્હી,તા. ૧

હુરિયત કોન્ફરન્સને વિદેશમાંથી મળી રહેલી સહાયના મામલે એનએઆઇ મારફતે તપાસ કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં સક્રિય અલગતાવાદી સંગઠનામાં ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં સૈયદ અલી શાહ ગિલાનીના નેતૃત્વવાળા ગ્રુપના સભ્ય નયીમ ખાને ખુલાસો કર્યો છે કે ગિલાની સહિત અન્ય અલગતાવાદી લીડરો કાશ્મીર ખીણમાં ત્રાસવાદી ગતિવિધીને અંજામ આપવા માટે પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાની પાસેથી પૈસા લીધા છે. હવે આ મામલે તપાસ ચાલી રહી છે. નયીમે આ સપ્તાહમાં જ એક મેગેઝિન સમક્ષ આ મુજબનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ ખુલાસો કરવામાં આવ્યા બાદ એનઆઇએની ટીમ સક્રિય અને સાવધાન થઇ ગઇ છે. હુરિયત (ગિલાની ગ્રુપ)ના પ્રવકતા અયાજ અકબરે કહ્યુ છે કે લશ્કરે તોયબા સાથે સંબંધ હોવાના હેવાલ  પાયાવગરના છે. તેમણે કહ્યુ હતુ કે એનઆઇએ પહેલા પણ મોહમ્મદ અશરફ, સૈયદ અલી શાહ ગિલાનીના જમાઇ સહિત પાર્ટીના લીડરોની સામે તપાસ કરી ચુકી છે. તેમની પુછપરછ કરવામાં આવી ચુકી છે. જો કે અગાઉ તેમના હાથમાં કોઇ પુરાવા આવ્યા ન હતા. હવે કાશ્મીરમાં સત્તાવાળાઓ સંઘર્ષને કાબુમાં લેવા સફળ રહ્યા નથી ત્યારે ફરી તપાસ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો  છે. અન્યોની પુછપરછ કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એનઆઇએની ટીમ ગિલાનીની પણ પુછપરછ કરી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here