તોડફોડમાં સમય ના લાગ્યો, જવાબ આપવા સમય જોઈએ?

0
24
Share
Share

કંગના મામલે હાઈકોર્ટની બીએમસીને ફટકાર
કંગનાની ઓફિસ તોડવામાં બીએમસીએ સ્ફૂર્તિ બતાવ્યા બાદ જવાબ માટે સમય માગતા કોર્ટે લાલ આંખ કરી
મુંબઈ,તા.૨૫
કંગના રનૌતની ઓફિસમાં થયેલી તોડફોડ મામલે બોમ્બે હાઈકોર્ટે બીએમસી પાસે જવાબ માગ્યો છે. કંગનાએ મ્સ્ઝ્ર સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે મકાન તોડી પાડવામાં જે સ્ફૂર્તિ બતાવી હતી તેના સમારકામમાં સુસ્તી શા માટે? આ કેસની સુનાવણી આજે ટાળી દેવામાં આવી છે. કંગનાએ બીએમસી સામે વળતરની માગણી કરી હતી. કંગનાના વકીલે કહ્યું છે કે તેમનું નિર્માણ ગેરકાયદેસર હતું. બીએમસીએ સમય આપ્યા વગર જ ઓફિસમાં તોડફોડ કરી દીધી છે. જેના પર કોર્ટે જવાબ માગ્યો છે, તો બીએમસીએ જવાબ આપવા માટે સમય માગ્યો છે. કોર્ટે કહ્યું કે તોડવામાં તમને સમય નથી લાગતો અને જવાબ માગવામાં આવે તો સમય જોઈએ છે? કોર્ટે ઈમારત તોડી પાડવા અંગે પણ બીએમસી સામે લાલ આંખ કરી છે. કહ્યું કે મકાન તોડી પાડવામાં સ્ફૂર્તિ બતાવી તો તેના સમારકામમાં સુસ્તી શા માટે દર્શાવવામાં આવી રહી છે. કંગનાના વકીલે કોર્ટમાં કાગળ રજૂ કર્યા છે. તેઓ આવતીકાલે પોતાનો પક્ષ રજૂ કરશે. આ મામલે સંજય રાઉત, કંગના અને બીએમસીના લોકો પોતાનો પક્ષ રજૂ કરશે. કંગનાએ આ મામલે બીએમસી પાસે ૨ કરોડ રુપિયાનું વળતર માગ્યું હતું. જ્યારે બીએમસી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું કે કંગનાની અરજી ખોટી છે. કાયદાનો દુરુપયોગ કરવા બદલ કંગનાએ પોતે દંડ ભરવો જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here