તે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભ્રમની સ્થિતિ ઉભી કરી રહ્યાં છે

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૬

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજા અને ત્રીજા તબક્કાનું ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બિહારમાં લોક જનશકતિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન અને ભાજપ વચ્ચે ગજગ્રાહ વધી રહ્યો છે. આ ક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાન પર આકરા પ્રહાર કરતાની સાથો સાથ સાનમાં સમજાવી દીધું હતું. કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા પ્રકાશ જાવડેકરે ચિરાગ પાસવાનને સ્પષ્ટ કહ્યું હતું કે, તે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભ્રમની સ્થિતિ ઉભી કરી રહ્યાં છે. તેમની ટિપ્પણી ભ્રામક છે, આમ કરવાથી તેમને કોઈ જ લાભ થશે નહીં.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એલજેપી માટે તદ્દન વિચિત્ર સ્થિતિ ઉભી થઈ છે. એલજેપી એનડીએમાં હોવા છતાંયે ભાજપ તેની સાથે અંતર રાખી રહ્યું છે અને જેડીયુ સાથે ઘનિષ્ટ સંબંધો બની રહ્યાં છે. આજે ભાજપે ફરી એકવાર સ્પષ્ટ કર્યુ હતું કે, એલજેપી બિહારમાં ભાજપના ટોચના નેતૃત્વનું નામ લઈને મતદાતાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ મામલે કહ્યું હતું કે, એલજેકપી બિહારની ચૂંટણીમાં કોઈ અસરકારકતા દાખવી નહીં શકે. એલજેપી બિહારની ચૂંટણીમાં માત્ર એક વોટકટવા પાર્ટી બનીને રહી જશે. જાવડેકરે સ્પષ્ટ કરી દીધું હતું કે, બિહારમાં માત્ર પાંચ જ પાર્ટીઓ (ભાજપ, જેડીયૂ, હમ અને વીઆઈપી) જ સાથે મળીને ચૂંટણી લડી રહી છે.

ચિરાગ પાસવાને બિહારમાં અલગ માર્ગ અપનાવ્યો છે. તે ભાજપના વરિષ્ઠ નેતાઓના નામે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જાવડેકરે કહ્યું હતું કે, અમારી કોઈ બી કે સી ટીમ નથી. એનડીએને બિહારની ચૂંટણીમાં એક-તૃતિયાંશ બહુમત મળશે અને ચિરાગ પાસવાનની પાર્ટી વોટકટવા પાર્ટી તરીકે સામે આવશે. ચિરાગ પાસવાન પર આકરા પ્રહારો કરતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, એલજેપીના અનેક નેતાઓ ખોટી ભ્રમણા ફેલાવી રહ્યાં છે. ભાજપના રાજ્યસભાના સાંસદ ભૂપેંન્દ્ર યાદવે પણ એલજેપીની બરાબરની ઝાટકણી કાઢી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here