તેલંગાણા સીએમ રીલિફ ફંડમાં પ્રભાસે ૧.૫ કરોડ, ચિરંજીવી-મહેશ બાબુએ આપ્યા ૧-૧ કરોડ

0
26
Share
Share

હૈદરાબાદ,તા.૨૧

હૈદરાબાદ તથા તેલંગાણામાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદ પડ્યો છે અને તેને કારણે ઘણી જ તારાજી સર્જાઈ છે. હવે સાઉથ સુપરસ્ટાર્સ રાજ્ય સરકારની મદદે આવ્યા છે. મહેશ બાબુ, નાગાર્જુન, પ્રભાસ, વિજય દેવરાકોન્ડા, ચિરંજીવી સહિતના સ્ટાર્સે ચીફ મિનિસ્ટર રીલિફ ફંડમાં ડોનેશન કર્યું છે. મહેશ બાબુએ ટ્‌વીટ કરીને કહ્યું હતું, ’તેલંગાણામાં અચાનક જ ભારે વરસાદ પડ્યો અને આપણે વિચારી છીએ તેના કરતાં પણ પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. તેલંગાણા સરકારે સારી કામગીરી કરી છે અને પૂરગ્રસ્ત પરિવારને શક્ય તેટલી મદદ કરી છે. હું તેલંગાણાના સીએમ રીલિફ ફંડમાં એક કરોડ રૂપિયા આપ્યું છું. હું અપીલ કરું છું કે મદદ માટે આગળ આવો.

મુશ્કેલ સમયમાં આપણે આપણાં લોકોની સાથે ઊભા રહીએ. ચિરંજીવીએ કહ્યું હતું, ’હૈદરાબાદમાં અચાનક જ ભારે વરસાદ પડ્યો અને ઘણું જ નુકસાન થયું. કુદરતની આ હાડમારીને કારણે મને ઘણું જ દુઃખ થયું. હું સીએમ ફંડમાં ૧ કરોડ રૂપિયા આપું છું અને તમામને મદદ કરવાની અપીલ કરું છું. નાગાર્જુને કહ્યું હતું, ’ભારે વરસાદ તથા પૂરને કારણે હૈદરાબાદના લોકોનું જીવન પડી ભાંગ્યું છે. તેલંગાણા સરકારે તાત્કાલિક ૫૫૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. હું તેલંગાણા સીએમ રીલિફ ફંડમાં ૫૦ લાખ રૂપિયાનું કોન્ટ્રીબ્યૂશન આપું છું.

વિજય દેવરાકોન્ડાએ કહ્યું હતું, ’આ વર્ષ આપણાં માટે ઘણું જ મુશ્કેલ રહ્યું છે, પરંતુ આપણાંમાંથી ઘણાં લોકો સારું કામ કરી રહ્યાં છે, ચાલો આપણે જેમની પાસે પૈસા નથી તેમને પૈસાની મદદ કરીએ, હું તેલંગાણા સીએમ રીલિફ ફંડમાં ૧૦ લાખ રૂપિયા દાનમાં આપું છું. જુનિયર એનટીઆરએ કહ્યું હતું, ’હૈદરાબાદના અનેક લોકો પૂર અને વરસાદને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. હું તેલંગાણા સીએમ રીલિફ ફંડમાં ૫૦ લાખ રૂપિયા આપું છું. ચાલો સાથે મળીને આપણે હૈદરાબાદને ફરી એકવાર ઊભું કરીએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here