તુલસીના પત્તા ઘણા ઇન્ફેક્શન રોકે છે

0
22
Share
Share

હાલના દિવસોમાં મોટી સંખ્યામાં લોકોને શરદી, ખાંસી અને ઉધરસની સમસ્યા રહે છે.આવા જ લોકો આ બિમારીને અન્યો સુધી પણ પહોંચાડી દે છે. આવુ ઇન્ફેક્શનના કારણે થાય છે. જ્યારે કોઇ ઇન્ફેક્શનથી ગ્રસ્ત વ્યક્તિ કોઇ બીજી વ્યક્તિની પાસે છીંક ખાવે છે અને ખાંસી ખાય છે ત્યારે કમજોર ઇમ્યુનિટી સિસ્ટમ હોવાના કારણે અન્યોને પણ આ સમસ્યા થઇ જાય છે. જો કે આ તમામ ઇન્ફેક્શનથી બચવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારી દેવાની જરૂર છે. આજે અમે એક એવી ચીજ અંગે વાત કરવા જઇ રહ્યા છીએ જેના કારણે ઇમ્યુનિટી અથવા તો રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. કેટલાક રોગ પણ ભાગી જાય છે અથવ તો પાસે આવતા નથી. આ ડ્રીકનુ નામ શુ છે તેની ચર્ચા છે ત્યારે આને બેસિલ વોટર ડ્રિન્કના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ડ્રિન્ક તુલસીના પત્તામાંથી તૈયાર કરવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન દ્વારા જારી કરવામા ંઆવેલા રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તુલસીના પત્તામાં ઇમ્યુનિટી સિસ્ટમને મજબુત કરવામાં ભૂમિકા હોય છે. તેમાં ઇમ્યુનિટી પાવરને વધારે તેવા ગુણ હોય છે. ગરમ પાણીની સાથ તેની પત્તીઓને મિક્સ કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે. ગરમ પાણીની સાથે તેની પત્તીને ઉકાળી લેવામાં આવે તો તેમાં રહેલી ઇમ્યુનિટી બુસ્ટર ગુણ પાણીમાં સરળતાથી મિક્સ થઇ જાય છે. જેને અમે ડ્રિન્ક તરીકે ઉપયોગમાં લઇ શકીએ છીએ. આના કારણે અમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. આ ઉપરાંત પણ  આ ડ્રિન્કને પીવાથી ફાયદા થાય છે. કેટલાક પ્રકારના ઇન્ફેક્શનના કેસોથી આના કારણે બચી શકાય છે. તુલસીના પત્તાથી તૈયાર કરવામાં આવતી  ડ્રિન્કને પીવાથી પાચન ક્રિયાને વધારી દેવામાં મદદ મળે છે. રોજ સવારમાં ઉઠી ગયા બાદ જો આ ડ્રિન્કનો ઉપયોગ કરવામાં આવે તો પેટ સાફ રહે છે. સાથે સાથે પાચન પ્રક્રિયા યોગ્ય રીતે કામ કરે છે. હકીકતમાં તુલસીના પત્તામાં ફાઇબરનુ પ્રમાણ હોય છે. જે પાચન પ્રક્રિયાને માટે ખુબ જરૂરી પૌષક તત્વ તરીકે હોય છે. જેથી જો તમે પાચનને મજબુત રાખવા માંગો છો તો આ  ડ્રિન્કનો ઉપયોગ કરી શકો છો. આ   ડ્રિન્ક ડાયાબિટીસના જોખમને ઘટાડી દે છે. આ પત્તીને ઉકાળીને પીવાથી ઇમ્યુનિટી પાવર વધારે છે. જેથી છ જેટલી બિમારી નજીક પણ આવતી નથી. જે લોકોને ડાયાબિટીસની તકલીફ છે તે લોકો ડ્રિન્કનો ઉપયોગ કરી શકે છે. સપ્તાહમાં ત્રણ ચાર વખત તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તુલસીના પત્તામાં રહેલા એન્ટી ડાયાબેટિક ગુણ ડાયાબિટીસ થવાના ખતરાને પણ ઘટાડી દે છે. આવી જ રીતે જો કોઇને ડાયાબિટીસની સમસ્યા છે તો તે ડાયાબિટીસના કારણે થનાર આરોગ્યના ખતરાને ઘટાડી દેવામાં ભૂમિકા અદા કરે છે. અન્ય બિમારીને પણ ટાળી દેવામાં સહાયક બને છે. જેથી ડાયાબિટીસથી ઝઝુમી રહેલા લોકો આનો ઉપયોગ કરી શકે છે.ક્યારેય રમતી વેળી અથવા તો કોઇ કામ કરતી વેળા હાથમાં સોજા આવી જાય છે. આવી સ્થિતીમાં પણ તુલસીના પત્તા ઉપયોગી સાબિત થાય છે. એટલુ જ નહીં કેટલીક વખત કસરત કરતી વેળા માંસપેશીઓમાં ખેંચાણ આવે છે તો તેમાં પણ તે ઉપયોગી સાબિત થાય છે. સ્કીન માટે પણ તે ખુબ લાભકારી છે.  આ ડ્રિન્કનો ઉપયોગ કરવાથી સ્કીન સંબંધિત કેટલાક ફાયદા થાય છે. સ્કીન પર એન્ટી એજિંગની અસર પણ ઘટી જાય છે. ચાની સાથે તુલસીના પત્તાનો ઉપયોગ કરવામાં આવે તો સ્કીનને ફાયદો થાય છે. હાલમાં કોરોના વાયરસનો આતંક છે ત્યારે તેને રોકવામાં પણ તેની ભૂમિકા હોઇ શકે છે.  દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતી હળવી કરવામાં  આવી રહી છે.  યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. સ્પેનમાં હવે ચીન કરતા વધારે કેસો થઇ ચુક્યા છે. આવી સ્થિતીમાં લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઇટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે.તુલસીના પત્તા અનેક રીતે આદર્શ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here