તુર્કીમાં ધર્મગુરુને મહિલાઓના યૌન શોષણ મામલે ૧૦૭૫ વર્ષની જેલ

0
16
Share
Share

અંકારા,તા.૧૨

તુર્કીના એક મુસ્લિમ પંથના નેતા અદનાન ઓકતારને ઈસ્તાંબુલની અદાલતે ૧૦ જુદા જુદા ગુનાઓમાં ૧૦૭૫ વર્ષની સજા ફટકારી હતી. અદનાન એક પંથનો પ્રમુખ છે અને ફરિયાદી પક્ષ નેતા સંગઠનને એક અપરાધ માને છે. અદનાન પર ૧૦૦૦ ગર્લફ્રેન્ડસાથે સંબંધો હોવાનું કહેવાય છે. અદનાન ઓકતાર લોકોને કટ્ટરપંથી મતના ઉપદેશ આપતો હતો અને મહિલાઓને તે બિલાડીઓ કહીને સંબોધતો હતો. અદનાનના ઘરેથી ૬૯,૦૦૦ ગર્ભનિરોધક ગોળીઓ મળી આવી હતી.

અદનાન ટીવી શોમાં આ મહિલાઓ સાથે ડાંસ પણ કરતો હતો જે પ્લાસ્ટિક સર્જરી કરાવેલી હતી. તેને ૧૦૭૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે અદનાન પર યૌન અપરાધ, સગીરાઓનું શારીરિક શોષણ, ગેરરીતિ અને રાજનૈતિક અને સૈન્ય જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લગભગ ૨૩૬ લોકો વિરૂદ્ધ ખટલો ચલાવવામાં આવ્યો છે અને તેમાંથી ૭૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં દેશભરમાં પાડવામાં આવેલા દરોડામાં ઓકતારના અનુયાયીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન અદનાનને લઈને અનેક રહસ્યો અને સનસનાટીપૂર્ણ અપરાધોનો ખુલાસો થયો હતો. અદનાને ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન જજને જણાવ્યું હતું કે, તેની લગભગ ૧૦૦૦ ગર્લફ્રેન્ડ છે. તેણે કહ્યું હતું કે, મહિલાઓ પ્રત્યે મારા દિલમાં પ્રેમ ઉભરાય છે. પ્રેમ માણસની ખાસિયત છે. આ એક મુસલમાનની ખુબી છે. અન્ય એક સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, હું પિતા બનવાની અસરાધણ ક્ષમતા ધરાવુ છું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here