તુર્કીની પ્રથમ મહિલા એમીન એર્દોગાન સાથેના ફોટા શેર કરતા આમીર ખાન વિવાદો

0
33
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૭

બૉલિવુડ અભિનેતા આમિર ખાન એક વાર ફરીથી વિવાદોમાં ઘેરાયા છે. આમિર ખાન જે પોતાની ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે તુર્કીમાં હતા, તેમના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાનની પત્ની અને ફર્સ્ટ લેડી એમીન એર્દોગાન સાથે મુલાકાતના ફોટા સામે આવ્યા છે. તે સામે આવતા જ આમિર વિશે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. આમિર અને એમીનની મીટિંગ ઈસ્તંબુલમાં ૧૫ ઓગસ્ટે થઈ છે. એમીને પોતાના ટિ્‌વટર હેન્ડલ પર આમિર સાથે મુલાકાતના ફોટા શેર કર્યા છે. તેમણે રાષ્ટ્રપતિના અધિકૃત નિવાસ હુબર મેંશનમાં આમિરનુ સ્વાગત કર્યુ હતુ.

જણાવવામાં આવી રહ્યુ છે કે આમિરે આ મીટિંગ માટે અનુરોધ કર્યો હતો અને તે બારતમાં જારી તેમની વૉટર ફાઉન્ડેશન માટે તેમને જાગૃત કરવા ઈચ્છતા હતા. એમીને પણ ઘણા સામાજિક કાર્યક્રમો સાથે જોડાયેલા છે અને ઘણા પ્રકારના માનવાધિકાર કામોને આગળ વધારી રહ્યા છે. એમીને ટિ્‌વટર પર લખ્યુ, ’દુનિયાના જાણીતા ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક આમિર ખાન સાથે ઈસ્તંબુલમાં મારી ખૂબ સારી મીટિંગ હતી. હું એ જાણીને બહુ ખુશ છુ કે આમિરે પોતાની ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’નુ શૂટિંગ તુર્કીના અલગ અલગ ભાગોમાં પૂરુ કરવાનો નિર્ણય કર્યો છે. આમિરની પત્ની કિરણ રાવ પણ ભારત આવતા પહેલા અમુક દિવસો સુધી તુર્કીમાં રહી છે. આમિરે પણ ઘણા સામાજિક મોરચાઓ પર તુર્કી તરફથી કરવામાં આવી રહેલ પ્રયાસોની પ્રશંસા કરીછે.

દેશમાં કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપના કારણે આમિરે પોતાની ફિલ્મનુ શૂટિંગ આઉટડોર લોકેશન પર પૂરુ કરવાનો નિર્ણય લીધો હતો. આમિર ખાન ૪૦ દિવસ સુધી તુ્‌કીમાં રહેશે. આમિક અને એમીનો આ ફોટો સામે આવ્યા બાદ ટિ્‌વટર પર યુઝર્સે આ વાત પર ધ્યાન આપ્યુ કે કેવી રીતે ભારત અને તુર્કી વચ્ચે સંબંધ બગડેલા છે. એવામાં આમિર ખાને તુ્‌કીમાં ફર્સ્ટ લેડી સાથે મુલાકાત ન કરવી જોઈએ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here