તુર્કીના રાષ્ટ્રપતિએ કાશ્મીરનો રાગ આલાપતાં ભારતમાં રોષ

0
28
Share
Share

વિશ્વ હિંદુ પરિષદે તુર્કીના પ્રથમ મહિલાને મળીને ખુશ થનારા આમિર, તેની પત્નિ અને પ્રસંશકોને સવાલ કર્યો

નવી દિલ્હી, તા. ૨૪

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે તુર્કીના રાષ્ટ્રપતિ રિસુપ તૈયબ એર્દોઆન વતી સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર રાગ ફરી આલાપવામાં આવતા બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને તેના પ્રશંસકોને નિશાન બનાવ્યા છે. તેમણે ’લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન એર્દોનની પત્ની એમિન એર્દોન સાથેની આમિરની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે જ્યારે આર્દોને ફરીથી કાશ્મીરના બહાને ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે ત્યારે આમિર અને તેના સમર્થકો કેમ શાંત છે. બંસલે ટિ્‌વટ કર્યું હતું કે થોડા દિવસો પહેલા આમિર ખાન અને તેની ડરી ગયેલી પત્ની તુર્કીની પ્રથમ મહિલાને મળીને ખૂબ ખુશ થયા હતા. હવે તેના પતિ એર્દોનના ભારત વિરોધી જેહાદી કૃત્યો સામે આવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આમિર અને તેની પત્નીને કેવું લાગે છે એ તેઓએ દેશને કહેવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે આમિરે એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે, તેની પત્ની કિરણ રાવ દેશની પરિસ્થિતિ જોઈને ડરી ગઈ છે. તેમણે ન્યુઝ ચેનલને કહ્યું કે, તેમની પત્નીએ તેની સાથે પોતાનો ડર વ્યક્ત કરતાં, ભારત છોડવું જોઈએ કે નહીં તે અંગે અભિપ્રાય માંગ્યો હતો. વિનોદ બંસલે પોતાના ટિ્‌વટમાં કિરણ રાવ માટે આમિરની “ડરી ગયેલી પત્ની” શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે પોતાની આગામી ટવીટમાં આમિર ખાનના સમર્થકોને પણ નિશાન બનાવ્યા.

બંસલે એક ટિ્‌વટમાં કહ્યું હતું કે, તેમણે વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ પર તુર્કીના રાષ્ટ્રપતિના ભારત વિરોધી નિવેદનોની વિરુદ્ધ પણ ઊભા રહેવું જોઈએ, જેઓ આમિર ખાનના પ્રશંસક છે. તેમણે કહ્યું કે, એર્દોનના ભારત વિરોધી જેહાદી શબ્દો પર પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ થવો જોઈએ. તેમણે સમર્થકોને સવાલ કર્યો કે, ’શું તેઓ તેમના સ્ટાર મિત્રના આ શબ્દો પર કંઈ કહેશે નહીં?’ થોડા દિવસો પહેલા ભારતના ખ્યાતનામ અભિનેતા આમિર ખાન અને તેની ડરી ગયેલી પત્ની તુર્કીની પ્રથમ મહિલા રાજમાતાને મળીને ખૂબ જ ખુશ થયા હતા. હવે તેમને કહો કે તેઓ તેમના પતિની ભારત વિરોધી જેહાદી કૃત્યો અંગે તેઓ કેવું અનુભવે છે એ દેશને જણાવે. અત્રે ઉલ્લેખનીય છે કે તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રની ૭૪ મી વર્ષગાંઠ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી કાશ્મીરનો નારો આલાપ્યો હતો. તેમણે કહ્યું કે કાશ્મીર સળગતો મુદ્દો છે અને દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જા (કલમ ૩૭૦) દૂર કર્યા પછી આ સમસ્યા વધુ ગંભીર બની છે. અમે યુએનના આ ઠરાવ હેઠળ કોઈ સમાધાન ઈચ્છીએ છીએ. તેમણે પોતાના સંબોધન દરમિયાન પાકિસ્તાનની પ્રશંસા પણ કરી હતી. ભારતે એર્દોનની આ નિવેદનની કડક નિંદા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય પ્રતિનિધિ પી.આર. યુ.એન. કૃષ્ણમૂર્તિએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, અમે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો, જમ્મુ અને કાશ્મીર વિશે તુર્કીના રાષ્ટ્રપતિનું નિવેદન જોયું છે. તે ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યા છે અને આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તુર્કીએ અન્ય દેશોની સાર્વભૌમત્વનો આદર કરવાનું શીખવું જોઈએ અને પોતાની નીતિઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવી જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here