તીડ ખાવાથી કોરોના મટી જાય છેઃ પાકિસ્તાનના સાંસદનું ઉંબાડિયુ

0
14
Share
Share

ઇસ્લામાબાદ,તા.૨૫

કોરોનાનાને કારણે સમગ્ર દેશ અને દુનિયા હેરાન છે. સૌ કોઈ કોરોનાના ઈલાજ માટે દવા કે વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે ત્યારે પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષના સાંસદ રિયાઝ ફતયાનાએ કોરોનાનો અજીબો-ગરીબ ઈલાજ સુચવ્યો છે.

તેમણે સરકારને આગ્રહ કર્યો કે તેઓ શોધ કરે કે તીડ ખાવાથી કોરોના વાઈરસનો ઈલાજ થઈ શકે છે. સંસદમાં તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ સંક્રમિત નથી તો આ ખાવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.

તેમણે જણાવ્યું કે, તીડ ખાવાથી કોરોના વાઈરસને ઠીક કરી શકાય છે. જો રિસર્ચ કરવામાં આવે તો તે સાચુ છે કે તીડ ખાવાથી એન્ટિ કોરોના વાઈરસ ઉત્પન્ન થઈ શકે છે પાકિસ્તાનના લોકો પોતે તીડ મુદ્દાને હલ કરી દેશે અને સરકારે વધારે કંઈ નહી કરવું પડે.

ઉલ્લેખનિય છે કે, આવું પહેલીવાર નથી જ્યારે કોરોના વાઈરસને લઈને પાકિસ્તાન તરફથી આવું અજીબ નિવેદન આવ્યું હોય. આ પહેલા પાકિસ્તાનના નેતા ફઝલ-ઉર-રહેમાને કહ્યું હતું કે, જ્યારે આપણે સુઈ જઈએ છીએ તો વાઈરસ પણ સુઈ જાય છે અને જ્યારે આપણે મરી જઈએ તો વાઈરસ પણ મરી જાય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here