તિજોરી ખોલતા પતિના પ્રેમપત્રો મળતા ૬૦ વર્ષની પત્ની થઇ ગઇ બેભાન

0
20
Share
Share

વડોદરા,તા.૧૨

જીવનની સંધ્યાએ પહોંચેલા યુગલમાં પણ લગ્નેતર સબંધોના લીધે જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય લેનાર વૃધ્ધાને અભયમે સમજાવા આખરે મામલો થાળે પડયો હતો. વડોદરા શહેરમાં આનંદ પ્રમોદ થી જીવન વ્યતીત કરતા યુગલના જીવનમાં એકાએક ઝંઝાવાત સર્જાયો હતો. ૬૦ વર્ષની વૃધ્ધા ત્રણ સંતાનોની માતા છે. વૃધ્ધ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તાજેતરમાંજ એક સાંજે વૃધ્ધા પતિની તિજોરી ખુલ્લી રહી ગઇ હતી. જેને બંધ કરવા માટે ગઇ હતી. ત્યારે તિજોરીમાં અસ્તવ્યસ્ત ચીજ વસ્તુઓ પડી હોવાથી તે તિજોરીમાં સરખી મુકતી હતી.

ત્યાંજ પત્રોનો એક બંડલ મળ્યુ હતુ. જુના પત્રો જોઇને આ પત્રો કેમ પતિએ ભેગા કર્યા છે. તે જાણવાની ઉત્સુકતાએ વૃધ્ધાએ પત્રો વાંચવાનુ શરૂ કર્યુ હતુ. આ પત્રો વાંચતાજ વૃધ્ધા બેભાન થઇ ગઇ હતી. પતિના વિતેલા ૩૦ વર્ષથી કોઇ મહિલા સાથે લગ્નેતર સબંધો છે. તેની સાક્ષી આ પત્રો આપતા હતા. મહિલાને ઘણી સારવાર કર્યા બાદ તે ભાનમાં આવી હતી. ભાનમાં આવ્યા બાદ તે ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી. પતિના આ સબંધો તેના માનસ પટ ઉપરથી હટતા ના હતા. તેને આત્મહત્યાના વારંવાર વિચાર આવતા હતા.

આખરે તેને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે અગાઉ તેને અભયમ મહિલા હેલ્પ લાઇનને ફોન કર્યો હતો. આ વિગતો સાંભળીને હેલ્પ લાઇનના કાર્યકરો વૃધ્ધાને ઘરે આવી પહોંચ્યા હતા. તેમને વૃધ્ધાને જીવન અનમોલ હોવાનુ જણાવી કાઉન્સીલીંગ કર્યુ હતુ. આખરે વૃધ્ધાએ આત્મહત્યાનો વિચાર છોડી દીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here