તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત જનજાગૃતિ કામગીરી હાથ ધરાઇ

0
25
Share
Share

ગિરગઢડા તા ૧૫

રાજુલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા ૧૫ ઓક્ટોબરના રોજ કોવિડ-૧૯ની જન જાગૃતિ માટે શપથ-પ્રતિજ્ઞા લેવામાં આવી,હાલ વિશ્વમાં ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત તાલુકા લેવલથી ગ્રામ્યકક્ષા સુધી કોરોના અટકાયતના ભાગરુપે ગામના છેવાડાના માનવી સુધી આ બીમારી વિશે વ્યાપક પ્રમાણમાં લોક જાગૃતિ આવે તે માટે ભારત સરકાર દ્વારા તા.૦૭/૧૦/૨૦થી ‘‘કોવિડ-૧૯ જન આંદોલન અભિયાન‘‘ સમગ્ર દેશમાં શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત લોકો માસ્ક પહેરે,વારંવાર સાબુથી હાથ ધુએ તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરે અને સોશીયલ ડિસ્ટન્સ રાખે જે સાવચેતીની આ રોગ અટકાયતમાં મહત્વની ભૂમિકા હોય જનજાગૃતિનો આ સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે રાજુલા તાલુકાના હેલ્થ સ્ટાફ દ્વારા પ્રા.આ.કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ લોકોને શપથ ગ્રહણ કરાવવામાં આવેલ તેમજ આજે ‘‘ગ્લોબલ હેન્ડ વોશ ડે’ની ઉજવણીના ભાગરુપે લોકોને હાથ ધોવાની યોગ્ય પ્રદ્ધતિ છ સ્ટેપ સાથે શીખવવામાં આવી જેમા યાદ રાખવા જેવું અને જીવનભર ઉપયોગી થાય તેવું શોટર્ ફોર્મ શીખવા જેવું છે તે જઞખઅગ-ઊં એટલે કે હાથ પાણીથી ભીના કરી સાબુ હાથમાં ધસ્યા પછી સિધ્ધા(જ) અને ઉલ્ટા(ઞ) હાથ ઘસવા,બંને હાથની મુઠ્ઠીઓ(ખ),અંગુઠા(અ),નખ(ગ) અને કાંડાને(ઊં) ઘસવા અને છેલ્લે પાણી વડે હાથ સાફ કરી લેવા આ સ્ટેપ દ્વારા સંપૂર્ણ અને સાચી રીતે હેન્ડ વોશ કરી શકાય છે અને જો આ મુજબ હાથ ધોવામાં આવે તો હાથ ઉપર રહેલા તમામ બેક્ટેરિયા અને વાયરસનો નાશ થઈ જાય છે તેમજ કોરોના સિવાય પણ ઘણી બધી બીમારીઓ થતી અટકાવી શકાય છે.આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી. કલસરિયા, ડો.એન.કે. વ્યાસ, સુપરવાઇઝર સંજયભાઈ દવે અને નજુભાઈ કોટીલા સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા જનજાગૃતિ હેતુ કરવામા આવી રહી છે તેમજ આરોગ્યને લગતી મહત્ત્વની કામગીરીમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે જે યાદીમાં જણાવેલ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here