આદ્રા નક્ષત્ર શિવ પુજા માટે ઉતમ હોવાથી કરાયુ ધાર્મિક ઉત્સવનું આયોજન
ગીરગઢડા તા. ૩૦
તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે આજે વડોદરા ખાતે ચાલી રહેલ શીવ મહાપુરાણ કથામાં સુપ્રસિધ્ધ કથાકાર ગીરીબાપુ એ તા. ૩૦-૧ર-ર૦ર૦ ને બુધવાર આદ્રા નક્ષત્ર શીવપુજા માટે ઉતમ દિવસ હોય અને શીવપુજા માટે ઉતમ હોય તે માટે આજે માધુપુર ગીર ગામે શ્રી કામેશ્વર મહાદેવના મંદિરમાં આજે સેવાગણ દ્વારા મહાદેવને કમળ પુજા તથા બિલિપત્ર તથા વિવિધ પુષ્પોથી પુજા અર્ચના માધુપુર (ગીર) ગામના ભાઇઓ તથા બહેનો બાળકોએ આ મહાદેવને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી અને ગામની અંદર એક ધાર્મિક ઉત્સવ જેવુ બનાવી આનંદ ઉલ્લાસ સાથે સૌએ ધન્યતા અનુભવી હતી.