તાલાલામાં ૮ કલાકમાં ૭ ઈંચ વરસાદ ખાબકતા જન-જીવન પ્રભાવિત

0
22
Share
Share

રાજકોટ,તા.૧૭

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તાલાલામાં છેલ્લા ૮ કલાકમાં ૭ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જ ગડુમાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. આ સાથે જ હિરણ ડેમ ઓવરફ્લો થતાં ૪ દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઈડીસી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટ જિલ્લાને હાઈ એલર્ટ કરાયો છે. રાજકોટના અધિક કલેક્ટરે જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લામાં ૨૫ ડેમોમાંથી ૧૫ ડેમો ઓવરફલો થયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ભાદરની સપાટી ૩૨ ફૂટે પહોંચી છે. ડેમની કુલ સપાટી ૩૬ ફૂટ છે. આથી ડેમ કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આગામી ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

સારા વરસાદને લઈને રાજકોટ જિલ્લાના ખેડૂતોને ફાયદો થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સાથે વાત કરી છે. ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા ૮ કલાકમાં ૭ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિને લઈને ખેડૂતોમાં ચિંતામાં છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here