તાલાલાઃ વ્યાજ ખોરોનાં ત્રાસથી ઈન્કમ ટેકસ કર્મીએ ઝેર પીધું, ગંભીર

0
6
Share
Share

ગીરગઢડા, તા.૨૯

પ્રભાસપાટણના તાલાલા તાલુકાના રસુલપરા ગામનો યુવાન ઈન્કમટેકસ વિભાગમાં ફરજ બજાવતો હોય અને વ્યાજખોરોના ત્રાસથી એસીડ પી લેતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ છે.ગીર સોમનાથના તાલાલા તાલુકાના રસુલપરા ગામના દેવાભાઈ સામતભાઈ બામણીયા ઈન્કમટેકસમાં નોટીસ બજાવણીની નોકરી કરતાં હતાં અને તેમણે માંગરોળ મુકામે રહેતાં કિરણ કરશન ખષતરપાળા, ગોવિંદ વેલા પોસીયા, નારણ દેવજી સુખડીયા, લીલુ નારણ સુખડીયા, વિજય શામજી ચુડાસમા, જેસીંગ ભીખુ પરમાર પાસેથી ૩૫ લાખ ૫૦ હજાર લીધા હોય બાદમાં દેવાભાઈ પાસે આ લોકો નાણાની ઉઘરાણી કરતા હોય તેમજ તેમના આખા પરિવારને ત્રાસ આપતા અને ખુબ જ ખરાબ વર્તન કરતાં હતાં. વારંવાર આ રીતે ઉઘરાણી કરતાં દેવાભાઈ બામણીયાએ કંટાળીને બપોરના સમયે ડાભોર પુલ ઉપર એસીડ પી લીધું હતું અને વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે અને તેમની સારવાર ચાલુ છે અને પોલીસે ૬ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ ડી.જે. કડછા ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here