તારા સુતરિયાને પ્રિન્સેસ કહી બોયફ્રેન્ડ આદર જૈને બિરદાવી

0
23
Share
Share

મુંબઈ,તા.૨૦

બોલિવુડ એક્ટ્રેસ તારા સુતરિયા આજે પોતાનો ૨૫મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સવારથી જ સોશિયલ મીડિયા પર ફેન્સ, મિત્રો અને પરિવારજનો તારાને બર્થ ડેની શુભકામના આપી રહ્યા છે. ત્યારે તારા સુતરિયાના બોયફ્રેન્ડ આદર જૈન અને તેની કઝિન બહેનો કરીના કપૂર ખાન અને રિદ્ધિમાએ પણ તેને બર્થ ડે પર શુભકામના પાઠવી છે. તારાના બર્થ ડે પર આદર જૈન તેના સાથેની એક સુંદર તસવીર શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે તારાએ વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. જ્યારે ટર્ટલનેક ટી-શર્ટ અને બ્લેઝરમાં આદર જૈન હેન્ડસમ લાગે છે. આ તસવીર શેર કરતાં આદરે લખ્યું, ૨૫મા જન્મદિવસની શુભેચ્છા પ્રિન્સેસ. આદર જૈનની આ પોસ્ટ પર તારાએ પણ જવાબ આપ્યો છે. તારાએ લખ્યું, થેન્ક્યૂ માય હૉલ હાર્ટ. તારી સાથે જીવન ખૂબસૂરત છે. તારા અને આદરના આ સોશિયલ મીડિયા પીડીએએ ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, તારા સુતરિયા બર્થ ડે સેલિબ્રેશન માટે માલદીવ્સ પહોંચી છે. આદર પણ અહીં તેની સાથે છે તેવી ચર્ચા છે. આદર ઉપરાંત તેની કઝિન બહેન અને બોલિવુડ ડીવા કરીના કપૂર ખાને પણ તારાને જન્મદિવસની શુભકામના આપી છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તારા સુરતરિયાની તસવીર શેર કરીને લખ્યું, હેપી બર્થ ડે ડિયર. કરીના ઉપરાંત રિદ્ધિમા કપૂર સહાનીએ પણ ફોઈના દીકરાની ગર્લફ્રેન્ડને બર્થ ડે પર શુભેચ્છા આપી છે. તારા સાથેની જૂની સેલ્ફી શેર કરીને રિદ્ધિમાએ લખ્યું, હેપ્પીએસ્ટ બર્થ ડે તારા. ઉલ્લેખનીય છે કે, તારા સુતરિયા કપૂર પરિવારની નજીક છે. તારા ઘણીવાર કપૂર પરિવાર સાથે ડિનર-લંચ કે અન્ય ફંક્શનોમાં જોવા મળી છે. જણાવી દઈએ કે, આદર જૈન સ્વ. ઋષિ કપૂર અને રણધીર કપૂરની બહેન રીમા જૈનનો દીકરો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here