બબીતાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રાજની તસવીરો દર્શાવતો વીડિયો શેર કર્યો જેમાં બેકગ્રાઉન્ડમાં સોન્ગ વાગી રહ્યું હતું
મુંબઈ,તા.૨૯
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા એટલે કે મુનમુન દત્તા અને ટપુ ઉર્ફે રાજ અનડકટ માત્ર ઓન-સ્ક્રીન જ નહીં પરંતુ ઓફ-સ્ક્રીન પર સારું બોન્ડિંગ શેર કરે છે. બંને વચ્ચે ઉંમરનો ભલે તફાવત હોય પરંતુ તેઓ મિત્રો ખૂબ જ સારા છે અને આ વાતનો પુરાવો તેમનું સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ છે. ૨૭મી ડિસેમ્બરે રાજે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે મુનમુને તેને સ્પેશિયલ અંદાજમાં વિશ કર્યું હતું. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રાજની કેટલીક તસવીરો દર્શાવતો એક વીડિયો શેર કર્યો હતો અને બેકગ્રાઉન્ડમાં કોઈ સોન્ગ વાગી રહ્યું હતું. આ તસવીરોની સાથે તેણે લખ્યું હતું કે, મેડ હાઉસ ક્યૂટી રાજ અનડકટને હેપી હેપી બર્થ ડે. આ પાગલ દુનિયામાં તું એક કિંમતી રત્ન છે. તું જેવો છે તેવો જ રહેજે, ક્યારેય બદલાતો નહીં. હેપી બર્થ ડે યુ હેન્ડસમ, ક્યૂટ અને ક્રેઝી રોકસ્ટાર. રાજે પણ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. જેમાં તેના હાથમાં યમ્મી કેક જોવા મળી રહી છે. બેદગ્રાઉન્ડમાં કલરફુલ બલૂન્સથી હેપી બર્થ ડે લખવામાં આવ્યું છે અને થોડું ડેરોકેરેશન પણ કરવામાં આવેલું છે. કેક સાથે પોઝ આપતી વખતે રાજના ચહેરા પર મોટી સ્માઈલ છે. આ તસવીરોની સાથે તેણે લખ્યું હતું કે, મારા ખાસ દિવસની શું ધમાકેદાર શરુઆત થઈ. ખુશી અને ધન્યતા અનુભવું છું. તમારા બધાના અદ્દભુત એડિટ્સ, વીડિયો અને શુભેચ્છાઓ માટે આભાર. આનાથી વધારે હું ખુશ હોઈ શકું નહીં. મારા ખાસ દિવસને વધારે ખાસ બનાવવા માટે આ સૌનો આભાર. બર્થ ડેના આગળના દિવસે રાજે પ્રી-બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.