તામિલનાડુમાં મોબાઈલ બ્લાસ્ટ થતાં માતા અને બે બાળકોના કરુણ મોત

0
21
Share
Share

ચેન્નાઇ,તા.૧૧

ભારતમાં મોબાઈલ ફાટવાના કારણે મોતના ઘણા મામલા સામે આવ્યા છે. મોટા ભાગના કેસમાં મોબાઈલ ચાર્જિંગમાં હોય ત્યારે જ તેમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવતી હોય છે ત્યાં મોબાઈલમાં બ્લાસ્ટના કારણે તામિલનાડુથી એક કાળજું કપાઈ જાય તેવી ઘટના સામે આવી છે. જેમાં મોબાઈલના કારણે બે બાળક સહીત માતાની મોત થઇ ગઈ.

તામિલનાડુમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. એક મોબાઈલ ફાટવાનાં કારણે બે બાળક અને મહિલાની મોત થઇ ગઈ. તામિલનાડુના કરૂરમાં મોબાઈલ ફાટવાના કારણે મા અને તેના બે બાળકોની કરુણ મોત થઇ ગઈ. ૨૯ વર્ષીય મૂથૂલક્ષ્મીએ ફોનને ચાર્જિંગમાં લગાવ્યો હતો અને તે ફોનમાં ગીતો સાંભળી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કૉલ કપાઈ ગયા બાદ મોબાઈલ ફૂટ્યો હતો. પોલીસ હજુ આ કેસમાં તપાસ કરી રહી છે જોકે બીજા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે શોર્ટ સર્કિટના કારણે મોબાઈલમાં ધમાકો થયો હોઈ શકે.

મોબાઈલ ફૂટવાના કારણે મૂથૂલક્ષ્મી આગમાં ભડથું થઇ ગઈ અને તે દરમિયાન તે રૂમમાં ૩ વર્ષીય રણજિત અને બે વર્ષીય દક્ષિત પણ હતો. ઘટના બાદ ત્રણેય ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થઇ ગયા જે બાદ ત્રણેયને હોસ્પિટલ લાવવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. મૂથૂલક્ષ્મી અને બાલકૃષ્ણના છ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને બંને કેટલાક વર્ષથી કરૂરમાં રહી રહ્યા હતા. બંન્ને ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા હતા પરંતુ દેવું વધી જતા બાલકૃષ્ણએ પરિવારને છોડી દીધો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here