તામિલનાડુમાં પિતા-પુત્રનાં કસ્ટડીમાં થયેલાં મોત પર આક્રોશ ફૂટ્યો પ્રિયંકાનો

0
63
Share
Share

બોલિવુડના અન્ય સેલિબ્રિટીઓ પણ આક્રોશ વ્યક્ત કર્યો

મુંબઈ, તા. ૨૯

તામિલનાડુમાં જેલ-કસ્ટડીમાં થયેલી મારપીટમાં પિતા-પુત્રનું નિધન થતાં પ્રિયંકા ચોપડા જોનસે ગુસ્સો દર્શાવ્યો છે. પિતા-પુત્રનો દોષ માત્ર એટલો હતો કે, તેમણે તામિલનાડુના તુતિકોરિન જિલ્લામાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું એથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. કસ્ટડીમાં કથિત રૂપે તેમની સાથે થયેલી મારપીટથી તેમનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટનાને લઈને ટિ્‌વટર પર પ્રિયંકાએ ટ્‌વીટ કર્યું હતું કે, ‘મેં જે કાંઈ સાંભળ્યુ એનાથી હચમચી ગઈ છું. ખૂબ દુઃખી અને ગુસ્સામાં છું. કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારનો અપરાધ કરે તો પણ આ પ્રકારની હિંસાને લાયક નથી. આ ઘટનામાં દોષીઓને સજા થવી જોઈએ. વાસ્તવિકતા જાણવી જરૂરી છે. હું કલ્પના પણ નથી કરી શકતી કે તેમની ફેમિલી હાલમાં કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હશે. તેમને આ સમયે શક્તિ મળે. તેમની સાથે મારી પ્રાર્થના છે. તેમને ન્યાય આપવા માટે આપણે સાથે મળીને અવાજ ઉઠાવવો જોઈએ.’

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here