તાપીમાં કૂદનાર યુવતીને પોલીસે માત્ર ૬ મિનિટમાં બચાવી લીધી

0
33
Share
Share

સુરત,તા.૩
પાંડેસરાની ૨૫ વર્ષીય યુવતીએ આર્થિક તંગીથી કંટાળી તાપીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરતા રાહદારીએ પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસની પીસીઆર વાન ૫થી ૬ મિનિટમાં કેબલ બ્રિજ નીચે તાપી કિનારે પહોંચી હતી. કાદવમાં ચાલીને પાણી સુધી પહોંચે તે પહેલા પોલીસે ૩ સ્થાનિક યુવકોની મદદથી મહિલાને બહાર કાઢી હતી. પછી ઉમરા પોલીસના પો.કો. રોહિત દલપતએ મહિલાને સમજાવી ઉમરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. જ્યાં મહિલાની સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.
મહિલા એકલી રહે છે અને પિતાનું અવસાન થયું હતું. મહિલાના લગ્ન થયેલા હતા. જોકે પતિ સાથે વિવાદ થતા બંને અલગ રહેતા હતા. પૈસાની તંગી હોવાને કારણે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત પોલીસે સમક્ષ જણાવી હતી. અન્ય બનાવમાં પાંડેસરા હળપતિવાસમાં રહેતી ૨૩ વર્ષીય પાયલ સુરેશ સોલંકીએ સોમવારે સાંજે ઘરમાં અગમ્ય કારણોથી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
પાયલનો પતિ હાલોલ ખાતે કોઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પાયલ પુત્રી સાથે સુરતમાં એકલી રહેતી હતી. ૫ વર્ષ પહેલાં જ તેના લગ્ન થયાં હતા. હાલ આપઘાતનું કારણ જાણી શકાયું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here