તાપસી : નેચરલ પ્રોડક્ટસ યુઝ કરે છે

0
25
Share
Share

તાપસી પન્નુ બોલિવુડની એવી અભિનેત્રીઓમાં હવે સામેલ થઇ ગઇ છે જે સૌથી લોકપ્રિય સ્ટાર અને કુશળતા ધરાવે છે. તે એવી અભિનેત્રીઓમાં પણ સામેલ છે જે ખુબ ઓછી પ્રોડક્ટસમાં શાનદાર અને ખુબસુરત દેખાવવાને લઇને તમામ બાબતોને સારી રીતે સમજે છે. બોલિવુડના ચાહકો સારી રીતે જાણે છે કે તે તે ખુબ ઓછી ફિલ્મોમાં જ હજુ સુધી જ્વેલરી અને ફુલ ઓન મંક અપમાં નજરે પડી છે. ખુબ ઓછા મેક અપમાં રહેલી હોવા છતાં તે એટલી ખુબસુરત અને ગોર્જસ કેમ દેખાય છે તે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તાપસીના ખુબસુરતીના રાજ શુ છે તે જાણવા માટે તેના ફેન્સ હમેંશા ઉત્સુક રહે છે. તાપસીની ફ્લોલેસ સ્કીન રાજ સ્કીન પર નેચરલ નિખાર માટે ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટસને યુઝ કરવાની બાબત છે. તે આ પ્રકારની પ્રોડક્ટસને જ પસંદ કરે છે. સાથે સાથે સ્કીનને હેલ્થી રાખવા માટે ડાઇડ્રેશનને પૂર્ણ રીતે ધ્યાનમાં રાખે છે. તેના બેદાગ અને આકર્ષણ ચહેરાના રાજ એલોવેરા છે. તાપસીનુ કહેવુ છે કે તે પોતાની સ્કીનને હેલ્થી રાખવા માટે એલોવેરાનો ઉપયોગ કરે છે. હેરકેરને લઇને પણ ટિપ્સ આપે છે. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી હોવા છતાં તે વાળને લઇને ખુબ ઓછા પ્રયોગ કરે છે. તે પોતાના નેચરલ કર્લી હેયર્સની સાથે ખુબ ખુશ રહે છે. સાથે સાથે કર્લ્સ તેમજ વાળને હેલ્થી રાખવા માટે નિયમિત રીતે ઓઇલિંગ કરે છે. શેમ્પુ કરવા માટે કન્ડીશનરનો ઉપયોગ કરે છે. તાપ્સી સારા હેર ઓઇલની સાથે ઘરમાં જ વાળ માટે ખાસ ઓઇલ તૈયાર કરે છે. જેથી તેના વાળને પૌષણ મળે છે. સાથે સાથે શુટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તે જ્યારે આવુ કરી શકતી નથી ત્યારે દર મહિનામાં હેર સ્પા કરે છે. તાપસી કહે છે કે તેના મેક અપ કિટમાં ખુબ જ મર્યાદિત પ્રમાણમાં ચીજો હોય છે. જેમાં મસ્કરા, લિપ્સિટક અને કાજલ સામેલ છે. તે કહે છે ે તેને મેક અપ બિલકુલ પસંદ નથી. કુદરતી રીતે ખુબસુરત દેખાવવાને લઇને તે ઉત્સુક હોય છે. તે ક્યારેય મેક અપ કરે છે ત્યારે પણ મ્યુટ અને કોપર શેડ્‌સને પસંદ કરે છે. નેચરલ લુક યથાવત રહે તે માટે સતત પ્રયાસો કરતી રહે છે. ઉપરાત તાપસી ભોજનને લઇને પણ હમેંશા નિયમો પાળે છે. ફિટ અને ખુબસુરત રહેવા માટે ભોજનમાં તે કોઇ બાંધછોડ કરતી નથી. તે નિયમિત રીતે ભોજનની ટેવ ધરાવે છે. સાથે સાથે જ્યુસ અને પૌષ્ટિક ચીજોને ડાઇટમાં સ્પષ્ટ રીતે ઉપયોગ કરે છે. આધુનિક સમયમાં અભિનેત્રીઓ મેક અપને લઇને વધારે ક્રેઝ ધરાવે છે ત્યારે તાપસી મેક કરવાનુ પસંદ કરતી નથી. નહીં ચાલે તેવી સ્થિતી હોય છે ત્યારે જ તે મેક અપ કરે છે. તાપસી બોલિવુડમાં આજે તેની એક્ટિંગ કુશળતાના કારણે લોકપ્રિય છે. તે ગ્લેમર અને પડકારરૂપ એમ બંને પ્રકારના રોલ કરે છે. જેમાં એકબાજુ તે પિન્ક જેવી ફિલ્મમાં કામ કરી ચુકી છે. બીજી બાજુ ડેવિડ ધવન જેવા મશાલા ફિલ્મના નિર્માતાની સાથે જુડવા-૨માં ગ્લેમર રોલ પણ કરી ગઇ છે. તે સાંડ કી આંખ જેવી ફિલ્મમાં રોલ કરી ગઇ છે. સાથે સાથે મંગલ મિશન જેવી ફિલ્મમાં પણ તે કામ કરી ચુકી છે. તાપસી હજુ અનેક ફિલ્મમાં કામ કરી ચુકી છે. તે અમિતાભ બચ્ચન અભિનિત પિન્ક ફિલ્મમાં કામ કર્યા બાદ રાતોરાત સ્ટાર બની ગઇ હતી.  તેની કુશળતાની નોંધ લઇને મોટા નિર્માતા નિર્દેશકો પણ તેને પોતાની ફિલ્મમાં લેવા માટે ઉત્સુક દેખાઇ રહ્યા છે. તે નવા નવા રોલ કરવા માટે જાણીતી ચે. તે નંબર ગેમમાં રહેવા માટે બિલકુલ તૈયાર નથી. બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે તે આશાવાદી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here