તાનાશાહ કિમ જોંગે તમામ હદો પાર કરીઃ દ.કોરિયાના અધિકારીને ગોળી મારી સળગાવ્યો..!!

0
25
Share
Share

સિયોલ,તા.૨૪

દક્ષિણ અને ઉત્તર કોરિયાની સમુદ્રી સરહદ પર એક ક્રૂર ઘટના સામે આવી છે. દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના પર તેના એક અધિકારીની હત્યાનો આરોપ લગાવ્યો અને ઉત્તર કોરિયાને દોષીતોને સજા આપવાની અપીલ કરી છે. અંતર-કોરિયાઈ સમુદ્રી સરહદમાં ગેરકાયદેસર રૂપથી માછલી પકડવાની ઘટનાઓ પર નજર રાખવા માટે તૈનાત દક્ષિણ કોરિયા હોડીમાંથી એક સરકારી અધિકારી લાપતા થઈ ગયો હતો.

દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, લાપતા અધિકારી મંગળવારે બપોરે ઉત્તર કોરિયાના કિનારા પર હતો. અધિકારી ત્યાં કઈ રીતે પહોંચ્યો તેની પણ માહિતી મળી નથી. રક્ષામંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, અમે વિભિન્ન ગુપ્ત જાણકારીઓના આધાર પર તે પરિણામ પર પહોંચ્યા છીએ કે આ ઉત્તર કોરિયાની ’નૃશંસ હરકત’ છે. તેમણે જણાવ્યું કે, ઉત્તર કોરિયાના સૈનિકોએ અધિકારીને પહેલા ગોળી મારી, પછી તેમના મૃતદેહને તેલ નાખીને સળગાવી દીધો હતો.

રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, દક્ષિણ કોરિયા તેની નિંદા કરે છે. ઉત્તર કોરિયા તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. મહત્વનું છે કે ઉત્તર કોરિયાએ પોતાની સરહદ પર તૈનાતી વધારી દીધી છે અને માનવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે તેણે જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here