તાતીથૈયા ગામે મીલમાં કામ કરી રહેલ આધેડ મશીનમાં આવી જતાં મોત

0
47
Share
Share

બારડોલી,તા.૨૧
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે આવેલ નવીન સિલ્ક મીલમાં કામ કરતી વેળાએ એક કામદાર કાપડ ફીનીસિંગ મશીનમાં આવી જતાં તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ બિહારના ગોપાલપુર તાલુકાનાં ટીકારી ગામના વતની અને હાલ પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે આવેલ ગોકુલધામ સોસાયટીમાં રૂમ નંબર-૧૯૯માં રહેતા મિથિલેશ જગદીશ દાસ (૫૫) નાઓ તાતીથૈયા ખાતે આવેલ નવીન સિલ્ક મીલમાં કામ કરે છે. ગતરોજ મિથિલેશભાઈ મીલમાં કામ કરી રહ્યા હતા ત્યારે સાંજના ૫ વાગ્યાની આસપાસ અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ પડી ગયા હતા. અને તેઓ કાપડ ફીનીસિંગના ડેકા મશીનમાં આવી જતાં તેમને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે ચલથાણ સંજીવની હોસ્પીટલમાં લઈ જતાં ફરજ ઉપર હાજર તબીબે મિથિલેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here