તાડવાડી પાસે ૧૫ વર્ષથી ચાલતા સદાવ્રત “શ્રી રામરોટી” ખાતે પહેલું ફુડ ATM શુરૂ કરાયું

0
10
Share
Share

સુરત,તા.૨૯

ભાનુબેન શાહ, ન્ર્ઈં ઝ્રઙ્મેહ્વર્ ક જીેટ્ઠિં જીૈઙ્મા ઝ્રૈંઅ શ્ ત્નઝ્રૈં ના સહયોગથી રાંદેર રોડ તાડવાડી શ્રી શિવઓમનગર સોસાયટી ખાતે  આવેલા સદાવ્રત “શ્રી રામરોટી” ખાતે રવિવારે એક ફૂડ એટીએમ નું  (ફ્રીઝ) ઉદ્દઘાટન સુરત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર ર્ડો. જગદીશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર તથા જેસીઆઈ ના પ્રમુખ રૂપલ શાહ, લાયન્સ કલબના ઝોનલ ચેરમેન પ્રિયંકા જૈન, જેસીઆઈ ના ઝોનલ ચેરમેન દિવ્યાંગ, ફૂડ એટીએમ ચેરમેન અંકુર ગોયલ, એલઈઓ લાયન મૂળચંદ જૈન, કોર્પોરેટર અનિલ બિસ્કિટવાળા, ભગવાન મહાવીર કોલેજના ટ્રસ્ટી નવીન જૈન, શાંતિલાલ જૈન, રાજકુમાર જૈન, હરીશકુમાર જૈન તથા ભારતીય જનતા પાર્ટી,

દક્ષિણ ઝોનના મીડિયા કન્વીનર વિનોદ જૈન સહિતના મહાનુભવો ઉપસ્થિત રહયા હતા. તાડવાડી સ્થિત સદાવ્રત ખાતે છેલ્લા ૧૫ વર્ષથી ભુખ્યાને ભોજન આપવામાં આવી રહયું છે. કોરોનાની મહામારીના કારણે જ્યારે ઘણાં સદાવ્રત બંધ ગયા હતા તેવાં સમયે પણ અહીં સદાવ્રત અવિરતપણે ચાલી રહયું હતું. સંસ્થાની અવિરત સેવાથી પ્રસન્ન થઈ લાયન્સ કલબ દ્વારા અહીં ફૂડ એટીએમ શુરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફૂડ એટીએમ ના ઉદ્દઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત મેયર ર્ડો. પટેલે જણાવ્યું કે,

આપણાં ઘરે જમવાનું વધે ત્યારે તેનો નિકાલ કરવાનો મોટો પ્રશ્ન હોય છે. આપણી પાસે કોઈ વ્યવસ્થા ન હોવાથી અનિચ્છાએ પણ આપણે ફૂડ કચરા પેટીમાં ફેંકી દેવું પડે છે. હવે ફૂડ એટીએમ ની નવી વ્યવસ્થાને પગલે એ ફૂડ જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહેશે. આથી હું સુરતની જનતાને અપીલ કરું છું કે, આપને ત્યાં જમવાનું વધ્યું હોય તો આપ આ ફૂડ એટીએમ માં મુકવા મહેરબાની કરશો જેથી ભુખ્યાને ભોજન સરળતાથી મળી રહે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here