તાજેતરમાં શરીરના અંગદાન માટે તૈયાર થયેલ અનેક સેવાભાવી વ્યક્તિઓ

0
15
Share
Share

ગીરગઢડા તા ૧૫

કેટલાક માણસો આ પૃથ્વી ઉપર અનેકજનોને ખાસ પ્રેરણા આપવા માટે જ જન્મ ધારણ કરે છે.તાજેતરમાં જ ડીસાના પ્રખર સ્વાધ્યાયી અને અજાતશત્રુ એવા વિષ્ણુભાઈ વૈષ્ણવનું દુખદ અવસાન થતાં સ્નેહીજનોએ ઉપસ્થિત રહીને શ્રધ્ધાંજલી અર્પી હતી.વિષ્ણુભાઈનાં કેટલાંક અંગોનું દાન કરવાનું હતું પણ ટેકનીકલ કારણોસર શકય બન્યું નહોતું.જોકે તેમની ઉતરક્રિયા તેમના સ્નેહીજનોએ અનોખી અને પ્રેરણાદાયી રીતે કરી હતી.ઉતરક્રિયા વખતે તેમના સ્નેહીજનોએ વિવિધ અંગદાનની જાહેરાત કરી માનવતાવાદી નિર્ણય કર્યો હતો.એમના પરિવારના જ ડોક્ટર કિરિટભાઈ કૂબાવત ઝાયડસ હોસ્પિટલમાં નામાંકિત ડાયાબીટોલોજીસ્ટ છે તેમણે તેમજ વૈષ્ણવ પરિવારના ડોક્ટર કદર્મ સહિત અનેક સભ્યોએ અંગદાનની જાહેરાત કરી હતી.ન્યુ દીલ્હી સ્થિત નેશનલ ઓરગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા લીવર,કીડની,હ્રદય,ફેફસાં,સ્વાદુપિંડ,આંતરડાં જેવાં માનવીય અંગોનું દાન સ્વીકારવામાં આવે છે અને જરુરિયાતમંદ માણસોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.આ સંસ્થા દ્વારા આંખ,હાડકાં,ચામડી,હ્રદયના વાલ્વ,જ્ઞાનતંતુ વિગેરેના ટિસ્યુ પણ દાન તરીકે સ્વીકારવામાં આવે છે.અંગદાન માટે વધુ માહિતી તેમજ ફોર્મ માટે જે તે સંસ્થા ઉપરાંત ડોક્ટર કિરિટભાઈ કૂબાવતનો પણ સંપર્ક કરી શકાશે.માનનીય શ્રી વિષ્ણુભાઈ જેવું ઉમદા વ્યક્તિત્વ આ પૃથ્વી ઉપરથી વિદાય લે અને તેમની ઉતરક્રિયા વખતે જ તેમનાં સ્નેહીજનો અંગદાન જેવો અતિ મહત્વનો માનવીય નિર્ણય લે તેનાથી વિષ્ણુભાઈનો આત્મા જ્યાં પણ હશે ત્યાં ચોકકસ રાજી થશે જ સાથેસાથે સમગ્ર માનવસમાજને પણ આગવી પ્રેરણા તેમજ પ્રોત્સાહન મળશે.

વિષ્ણુભાઈ પરિવારના સર્વ ડોક્ટર કિરિટ કુબાવત,અલકાબેન કુબાવત,ઐશ્વર્યા કુબાવત,ડોક્ટર કદર્મ વૈષ્ણવ,મનોહરબેન કુબાવત,માનસી વૈષ્ણવ,મહેન્દ્ર આચાર્ય,ઉષાબેન આચાર્ય,કિરણ શર્મા,ગીના આચાર્ય,વીણા શર્મા,સમર્થ શર્મા,નિધિ શર્મા,ચિંતન શાહ,પાર્થ વૈષ્ણવ,કાજલ વૈષ્ણવ,ડોક્ટર જગદીશ વૈષ્ણવ,સાધના વૈષ્ણવ,ચંદ્રકાંત વૈષ્ણવ,રાજુભાઈ વૈષ્ણવ,મોનુ વૈષ્ણવ,રમેશ વૈષ્ણવ,મોન્ટુ વૈષ્ણવ સહિત સૌએ અંગદાનની જાહેરાત કરી જરુરી ફોર્મ ભરી સમગ્ર માનવસમાજને આગવી પ્રેરણા પૂરી પાડે છે..

ડીસાના અગ્રણી સામાજિક કાર્યકર ભગવાનભાઈ બંધુ સાથે ટેલિફોનિક વાત કરતાં ડોક્ટર કિરિટભાઈ કુબાવતે અંગદાન અંગે વિગતવાર ચર્ચા કરી હતી.કોઈ પણ વ્યક્તિની ઉતરક્રિયામાં અમુક પ્રકારનાં આર્થિક દાન થતાં હોય છે પણ આટલી બહોળી સંખ્યામાં સ્નેહીજનો અંગદાનની જાહેરાત કરે તેવી સમગ્ર ગુજરાતમાં કદાચ પ્રથમ ઘટના છે અને તેથી જ વિષ્ણુભાઈનું જીવન પણ સાર્થક થયું તેવી લાગણી સર્વત્ર પ્રસરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here