તાઈવાનના નેશનલ ડેની ઉજવણીમાં ભંગ પાડવા ચીને મોકલ્યા લડાકુ વિમાનો

0
23
Share
Share

તાઈવાન,તા.૧૦

તાઈવાન આજે નેશનલ ડેની ઉજવણી કરી રહ્યુ છે.જોકે તાઈવાનને અલગ દેશ ગણવાનો ઈનકાર કરનારા ચીને તાઈવાનને ડરાવવા માટે ઉજવણીની પૂર્વ સંધ્યાએ તાઈવાનની સીમા પાસે લડાકુ વિમાનો મોકલ્યા હતા.જોકે તાઈવાનની વાયુસેનાએ આ વિમાનોને પાછા ભગાડ્યા હતા.

ચીન આ વર્ષે ૩૦૦૦ વખત લડાકુ વિમાનોને તાઈવાનની સીમાની આસપાસ મોકલીચુક્યુ છે.જેને ભગાડવા માટે તાઈવાનની વાયુસેનાને એલર્ટ રહેવુ પડે છે.આ માટે તાઈવાનને ૯૦ અબજ ડોલર ખર્ચવા પડ્યા છે.તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ લાઈ ચિંગ ટેએ કહ્યુ હતુ કે, ભલે અમને ભડકાવવા માટે ચીન વિમાનો મોકલે પણ તે અમારી ઉજવણીને રોકી નહીં શકે.અમે અમારી શાંતિ અને સ્થિરતાની રક્ષા કરવા માટે સક્ષમ છે.

આ પહેલા તાઈવાનના સંરક્ષણ મંત્રીએ પણ કહ્યુ હતુ કે, તાઈવાનને ગંભીર સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ચીન હાલમાં અમેરિકા અને તાઈવાન વચ્ચે વધી રહેલા સહયોગના કારણે છંછેડાયેલુ છે.આ પહેલા ચીની સેનાએ અમેરિકાના નાયબ વિદેશ મંત્રીની તાઈવાનની મુલાકાતનો વિરોધ કરવા માટે ૧૮ લડાકુ વિમાનોનો કાફલો તાઈવાનના આકાશમાં મોકલ્યો હતો.

જોકે અમેરિકા તાઈવાનને અભેદ કિલ્લામાં ફેરવવા માટે પ્રયાસો કરી રહ્યુ છે.અમેરિકા તાઈવાનને ઘાતક હથિયારો આપી રહ્યુ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here