તહેવારોમાં આખા પરિવારને કોરોના વાયરસના અનેક કિસ્સા

0
17
Share
Share

અમદાવાદ,તા.૨૧
શહેરના નારણપુરામાં રહેતા શાહ પરિવાર માટે ૧૪મી નવેમ્બર દિવાળીનો દિવસ એક ખરાબ સપનાથી ઓછો નથી. જ્યારે પરિવારના પાંચ સભ્યો પૈકી ૪ સભ્યો અચાનક જ કોરોના સંક્રમણના શિકાર બન્યા. જેમાં તેમના વયોવૃદ્ધ પિતા દીપકભાઈ(૬૩), માતા છાયાબેન(૬૦), પત્ની ચાર્મી(૩૪) અને બહેન પલક(૩૧) સામેલ છે. દિવાળી આગલા દિવસે રાત્રે પરિવારના આ બધા લોકોને હળવા તાવ સાથે, શરીર દુખાવો અને સુકાયેલા ગળાના લક્ષણો જોવા મળ્યા. હાલ તમામ લોકોને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. તેમ ટ્રાવેલ એજન્સી ચલાવતા શાહે જણવ્યું. ડોક્ટરોએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે શાહ ફેમિલી એકલું એવું નથી દિવાળી અને દિવાળી પછી ઘણા એવા પરિવારો છે જેઓ આખાને આખા પરિવારો કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના ઉપ પ્રમુખ ડો. અનિષ ચંદારાણાએ કહ્યું કે તેમણે એક પિરવારના ૮ જેટલા સભ્યોને એક-બે દિવસમાં જ વારાફરતી કોરોના પોઝિટિવ મળી આવ્યાનું જોયું છે. આ કારણે જ હવે ડોક્ટર્સ કહે છે કે ઘરે પણ માસ્ક પહેરીને રહો. જેથી પરિવારના બીજા સભ્યોને આ મહામારીના ચેપમાંથી બચાવી શકાય. આશ્ચર્યની વાત તો એ છે કે કોરોના મહામારીનું આ સ્વરુંપ થોડા સમય પહેલા ગાંધિનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવેલ સર્વે અને તેના પરિણામ કે સેકન્ડરી એટેક રેટ ફક્ત ૮.૮ ટકા જ રેશિયો હોવાની વાતથી તદ્દન વિરુદ્ધ જોવા મળી રહ્યું છે. આ અભ્યાસમાં દેશના જુદા જુદા વિસ્તારોમાં સેકન્ડરી અટેક રેટ ૬ ટકાથી ૧૧ ટકા નોંધાયો હતો. જોકે તહેવારો અને તેના બાદ કેસમાં બેફામ વધારો થઈ રહ્યો છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here