તળાજા : બેંક બહાર બાઇકમાંથી નજર ચુકવી ર૪ હજારની થેલીની ઉઠાંતરી

0
16
Share
Share

ભાવનગર તા. ૧૩

તળાજાની બજારમાં દિવાળીની ધુમ ખરીદી નીકળતા લોકોની ભીડ જામી રહી છે જેનો લાભ ઉઠાવગીરો લઈ રહ્યા છે. પાદરગઢના ખેડૂત એસ.બી.આઈ બેન્કમાંથી પિયા થેલીમાં નાખી બહાર નીકળી તે થેલી બાઈકના હુકમા ભરાવી બાઈક પાછી લઈ રહ્યા હતા.એ સમયે જ ઉઠાવગીર થેલી લઈને રફુચક્કર થઈ ગયો હતો.પોલીસે હાથ ધરેલી તપાસમાં થેલી ખભે નાખી ગાંધીજીના પૂતળા તરફ જતો ઈસમ કેમેરામાં કેદ થયેલ જોવા મળે છે.

ગત.તા ૨૩ના બપોરે દાઠાના વેપારીના પિયા ભરેલી થેલી બગીચા સામેથી ઉઠાવગીર લઈ ગયા ની ઘટના બાદ ગુવારે બપોરે એકાદ વાગ્યાના સુમારે પાદરગઢ ગામના ખેડૂત પોપટભાઈ નારણભાઇ સોલંકી અહીંની રાષ્ટ્રીયકૃત બેન્કમાંથી ચોવીસ હજારની રકમ થેલીમાં નાખી બહાર નીકળી બાઈકના હુકમા તે થેલી ભરાવી હતી. બાઈક પાછી લઈ રહ્યા હતા.એ સમયે લાગ જોઈને ઉભેલા ઉઠાવગીરે મોકો જોઈ થેલી સેરવી ગિરદીનો લાભ લઇ પોબારા ભણી ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here