તળાજા : ડુબી જવાથી યુવાન અને વિજશોકથી વૃધ્ધનાં મોતથી ગમગીની

0
28
Share
Share

ભાવનગર તા. રપ

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ગોરખી ગામની વાડી વિસ્તારમાં રહેતા ભગતભાઇ ઘુસાભાઇ બાલધિયાનું તળાજા ન.પા એ બાંધેલા પંચનાથ મહાદેવ સામેના ચેકડેમમાં શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહમા ડુબી જવાથી મોેત નીપજયુ હતુ. તળાજા પાલિકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ નવા મળેલ વાહન સાથે દોડી ગઇ હતી.

મૃતક યુવક મજુરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતો હતો. નિજકના જુની ગોરખી ગામેજ તેઓના લગ્ર થયા હતા. સંતાનમાં એક દીકરો છે. જેણે આજે પિતાના ડુબી જવાથી છત્રછાયા ખોઇ હતી. બનાવને લઇ અરેરાટી ફેલાઇ ગઇ હતી.

અપ મૃત્યુના બીજા બનાવમાં દેવલી ગામે રહેતા ભુપતભાઇ લાખાભાઇ પરમાર ઉ.વ. ૬૦ બકરા માટે લીમડો કાપવા ટીણુંભા વાળાની વાડીએ ગયા હતા. એ સમયે ઇલેકિટ્રક શોક લાગતા સ્થળ પરજ મોતને શરણ થયા હતા. બંને ના શબને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here