તળાજા : કડવા ગામે યુવાન પર છરીથી હુમલો કરનાર શખ્સ ઝબ્બે, બે ની શોધખોળ

0
12
Share
Share

ભાવનગર તા. ૯

ભાવનગર જિલ્લાના અલંગ રૂરલ પોલીસ મથક નીચે આવતા કઠવા ગામના યુવક પર છરીના ચાર ઘા ઝીકીને જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ને પોલીસે દબોચી લીધો છે.ધમકી આપનાર બે આરોપી ફરાર છે. યુવક પર ચાર ચાર જીવલેણ તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીકાયા છતાંય તે બચીને સાયકલ હંકારી ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે રસ્તામાજ ઢળી પડ્યો હતો.

તળાજા ના ત્રાપજ થી અલંગ જતા વચ્ચે આવતા કઠવા ગામમાં પારિવારિક જમીન ના ચાલતા વિવાદ ને લઈ ગામના ઠાકોર મંદિર માં પૂજા કરતા પૂજારી જેઠીરામ મણિરામભાઈ અગ્રાવત એ ગામનાજ રાધેશ્યામ સંતરામ, સંતરામ ગોવિંદરામ,દિલીપભાઈ સંતરામ વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી જેઠીરામભાઈ નો દીકરો શૈલેષ માર્કેટ પાસેથી સાયકલ લઈ ને પસાર થતો હતો.એ સમયે રાધેશ્યામ એ અપ શબ્દો કહેતા તેને અપ શબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઇ છરી વડે હુમલો કરી માથા,ગાલ,પડખા અને ડાબા હાથે લોહિયાળ ઇજા કરેલ. તેમ છતાંય બચવા માટે યુવક પોતાની સાયકલ લઈ ને ઘર તરફ ભાગ્યો હતો. ઘર નજીક પહોંચતા સંતરામ અને દિલીપ એ મોતને ઘાટ ઉતારવા ની ધમકી આપી હતી.સાયકલ પર થી પડી બે ભાન થઈ ગયેલ હતો.

હાલત વધુ ગંભીર થતા ભાવનગર થી અમદાવાદ રીફર કરેલ હતો. તપાસ કર્તા અધિકારી પો.ઇ એસ.બી.ચૌધરી એ જણાવ્યું હતુંકે મુખ્ય આરોપી રાધેશ્યામ પકડાઈ જવા પામેલ છે. કોરોના રિપોટર્ આવ્યાં બાદ આગળ ની કાર્યવાહી હાથધરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here