તળાજાઃ બે વર્ષ પૂર્વ સગીરાનાં અપહરણનો આરોપી ઝડપાયા

0
20
Share
Share

ભાવનગર, તા.૧૧

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપી છે.

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઈન્ચાજર્ પોલીસ ઈન્સ્પેકટર વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે તળાજા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નંબર ૧૨૦/ ૨૦૧૮ ઈં.ડ.ઈ.કલમ ૩૬૩, ૩૬૬ (વાણીપણામાંથી અપહરણ)મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અયુબભાઈ અબ્દુલભાઈ જુણેજા /સિપાઈ ઉ.વ.૩૧ રહેવાસી મસ્જીદ શેરી વડલા પાસે પાવઠી ગામ તાલુકો તળાજા જીલ્લો ભાવનગર વાળાને તળાજા, મહુવા ચોકડી ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઈન્ચાજર્ પોલીસ ઈન્સપેકટર વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.પી.આર. ગોહિલ તથા હેડ કોન્સ યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. ભરતભાઈ સાંખટ તથા પાર્થભાઈ પટેલ જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here