તલગાજરડા ડેમમાં ડૂબી ગયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

0
19
Share
Share

મહુવા,તા.૦૨
મહુવાના તલગાજરડામાં ડેમમાં ડૂબી ગયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. તલગાજરડા પાસેથી નીકળતી રૂપાવો નદી પર બાંધવામાં આવેલા ચેકડેમ પર ૮ વર્ષીય બાળકી નહાવા ગઇ હતી. જે દરમ્યાન તેનો પગ લપસતા તે ચેકડેમમાં ડૂબી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહુવા પાસેના તલગાજરડા પાસેથી નીકળતી રૂપાવો નદી ઉપર બાંધવામાં આવેલ ચેકડેમ ઉપર તલગાજરડા ગામની ૮ વર્ષની બાળા કળસરીયા જાનકી ન્હાવાગયેલ તેવા સમયે અચાનક તેનો પગ લપસતા તેણી ચેકડેમમાં ડુબવા લાગી હતી. બનાવની જાણ સ્થાનીક લોકોને થતા સ્થાનીક તરવૈયાઓએ આવી કલાકો નીંજાહેમત બાદ બાળાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here