તમે પિંકી સિન્ડ્રોમથી ગ્રસ્ત તો નથી ?

0
23
Share
Share

કોરોના મહામારી દરમિયાન કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

મોબાઇલને એક સાથે ફગાવી શકાય નહીં પરંતુ ધીમે ધીમે તેનાથી મુક્તિ મેળવી શકાય છે : સ્માર્ટફોનના સતત ઉપયોગથી નુકસાન થાય છે

દુનિયાભરમાં કોરોના દર્દીઓની સંખ્યા રેકોર્ડ સપાટી પર પહોંચી રહી છે.  મોટા ભાગના દેશોએ આ વાયરસના ફેલાવાને રોકવા માટે પહેલા લોકડાઉન અને હવે માસ્ક તેમજ  સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવી બાબતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તમામ પગલા તમામ દેશો લઇ રહ્યા હોવા છતાં કોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ ગતિથી વધારો થઇ રહ્યો છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે દુનિયાના દેશોના કરોડો લોકોને હાલમાં તેમના ઘરમાં રહેવાની ફરજ પડી  હતી. હજુ  પણ સ્થિતીમાં કોઇ ઉલ્લેખનીય  સુધારો નથી. સ્માર્ટ ફોન અને અન્ય હેન્ડ હેલ્ડ ગેજેટ્‌સની સાથે જ તમામ લોકોને પોતાના સમયને ગાળવાની ફરજ અનલોકમાં  પડી રહી છે. હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્માર્ટ ફોન યુઝ કરવાના કારણે લોકોને જે સમસ્યાનો સૌથી વધારે સામનો કરવાની હાલમાં ફરજ પડી રહી છે તેમાં સ્માર્ટ ફોન પિંકી સિન્ડ્રોમનો સમાવેશ થાય છે. પિન્કી સિન્ડ્રોમ  શુ છે તે પ્રશ્ન તમામને થાય તે સ્વભાવિક છે.મોબાઇલના વધારે સમય સુધી ઉપયોગ કરવાના ગાળા દરમિયાન હાથની નાની આંગળી સૌથી વધારે કામ લાગેછે. અંગ્રેજી ભાષામાં આને પિંકી ફિંગર કહેવામાં આવે છે. આ આંગળીનો મોબાઇલમાં વધારે ઉપયોગ હોવાના કારણે આંગળીના જોડ પર ખુબ દબાણ આવે છે. જેના કારણે આર્થરાઇટિસની આશંકા વધારે પ્રભાવિત થાય છે. કેટલાક દેશોમાં છેલ્લા બે મહિનાના ગાળામાં જ પિન્કી સિન્ડ્રોમ સાથે ગ્રસ્ત લોકોની સંખ્યામાં ૧૦ ટકાના દરથી વધારો થયો છે. આર્થટાઇટિસના લક્ષણ વધવા માટે આને મુખ્ય કારણ તરીકે ગણવામાં આવે છે. આ બિમારીનો બચાવ કઇ રીતે થઇ શકે છે તેમ પુછનાર લોકો માટે જવાબ એ છે કે મોબાઇલનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. રાત્રે ઉંઘતી વેળા મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવાની ટેવ પાડવામાં આવે તે જરૂરી છે. આના કારણે નીંદની સમસ્યા ઉભી થનાર નથી. સાથે સાથે આંખો પર ક્યારેય ખરાબ અસર થશે નહીં જો ફન પર કોઇની સાથે વધારે વાત થાય છે તો ઇયરફોન્સનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આના કારણે મોબાઇલથી અંતર રાખી શકશો. પિન્કી સિન્ડ્રોમના ખતરાથી બચવા માટે હાથોની સ્ટ્રેચિંગ  માટેની કસરત કરવામાં આવે તે જરૂરી છે. મોબાઇલને એક રીતે રિજેક્ટ પણ કરી શકાય તેમ નથી. પરંતુ ધીમે ધીમે તેના ઉપયોગ પર બ્રેક મુકી શકાય છે. ધીમે ધીમે તેના ઉપયોગને ઘટાડી દેવામાં આવે તે જરૂરી છે. સ્માર્ટ ફોનના સતત ઉપયોગના કારણે હાથ, દિમાગ અને આંખ પર તેની માઠી અસર થાય છે. મોબાઇલની લાઇટ સીધી રીતે આંખ પર પડે છે. આના કારણે આંખ પર પિડા, ડ્રાય આઇ સિન્ડ્રોમ અને આંખમાંથી પાણી નિકળવા સહિતની સમસ્યા આવી શકે છે. આંખના નિષ્ણાંત તબીબોની સલાહ પણ લઇ શકાય છે. મોબાઇલ ગેજેટ્‌સ પર કામ કરતી વેળા દર ૨૦ મિનિટમાં ૨૦ સેકન્ડ માટે ૨૦ ફુટના અંતર પર જોવામાં આવે ે જરૂરી છે. પાણીથી આંખને ધોઇ નાંખવામાં આવે તે જરૂરી છે. નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છેકે પિન્કી સિન્ડ્રોમ છે કે કેમ તેનો અંદાજ તમે પોતે જ લગાવી શકો છો. મોબાઇલ યુઝ કરવાના સમયને કેલ્ક્યુલેટ કરવામાં આવે અથવા તો કસરત કરવામાં આવે તો કેટલીક બાબતોને જાણી શકાય છે. આરામની મુદ્રાના ગાળા દરમિયાન આંગળીમાં થનાર કોઇ પણ દુખાવાની તરફ ધ્યાન આપવામાં આવે તો કેટલીક બાબતો જાણી શકાય છે.આ ઉપરાંત આંગળી વાંકી થઇ જવાની બાબત અથવા તો અન્ય લક્ષણ પણ તેના જ લક્ષણ રહેલા છે. જો હાથની આંગળીમાં કોઇ પણ પ્રકારના વિકાર દેખાય તો તરત જ તબીબોનો સંપર્ક કરવામાં આવે તે જરૂરી છે. આના માટે વિવિધ બાબતો પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. કોરોના કાળમાં આ તકલીફ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળી છે. આ બિમારીના કેસમાં ઉલ્લેખનીય વધારો હાલના સમયમાં થઇ ગયો છે. પિન્કી સિન્ડ્રોમના શિકાર તમે તો થયા નથી ને તેને તમે પણ સરળ રીતે જાણીશકો છો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here