તમારો પહેરવેશ તમારા પરિચયનો પહેલો સંકેત

0
29
Share
Share
સામાન્ય રીતે કપડાં કે પોશાકની પસંદગીને આપણે એક શોખ અથવા વ્યક્તિગત ટેસ્ટ તરીકે ખપાવતા હોઈએ છીએ. આવી માન્યતા વચ્ચે અગર કોઈ કહે કે પોષાકને આરોગ્ય સાથે સીધો સંબંધ છે તો કોઈ એ વાત માને ખરું? દુનિયા ચાહે માને યા ન માને આ વાત હકીકત છે.આપણો પોશાક શારીરીક આરોગ્ય કે સ્વાસ્થ્ય ઉપરાંત માનસિક સંતુલન જાળવવામાં પણ મદદરૃપ બનતો હોય છે. તમારા પોશાકની પસંદગી અને પહેરવાની રીત પરથી તમારા વ્યક્તિત્વની  પરખ થાય છે. તમે અજાણી વ્યક્તિ સમક્ષ એક હરફ પણ ઉચ્ચારો તે પહેલા તમારો પોશાક તમારી ’ઓળખાણ સામી વ્યક્તિને આપી દેતી હોય છે.યોગ્ય વસ્ત્રો પહેરવાનો અર્થ તમે છેલ્લામાં છેલ્લી ફેશન અપનાવી શકો છો એવો નથી થતો તમે તમારા વ્યક્તિત્વ અને પ્રસંગને અનુરૃપ કેવાં કપડાંની પસંદગી કરો છો તેનું મહત્ત્વ વિશેષ છે.આપણામાંના ઘણા ખરા ખાસ પ્રસંગે  બહાર જવાના હોય ત્યારે આખું કબાટ ભરેલું  હોય છતાં આજના પ્રસંગે કંઈ પહેરવાનું છે જ નહીં, અથવા આમાંથી શું પહેરવું એવા સવાલથી મુંઝાતા હોય છે. કયા પ્રસંગે કયો ડ્રેસ પહેરવો તેની મુંઝવણ પછી ઘણી વખત આપણને ખોટી પસંદગી થઈ ગઈ એવો અહેસાસ બધાની વચ્ચે ગયા પછી થતો હોય છે.પોશાક અંગે કોઈ ચુસ્ત નિયમો ન હોવા છતાં દરેક વખતે એક જ પ્રકારની રેશમની સાડી કે કુર્તા પાયજામાનો બીબા ઢાળ પોશાક વેઠ ઊતાર્યા જેવો લાગતો હોય છે. આમ ખોરાકની જેમ આમાં  પણ ફેરફાર જરૃરી છે. પહેરવેશ અંગે ચુસ્ત નિયમ ન હોય છતાં તમારામાંના વ્યક્તિત્વને ઓર દીપાવવા અહીં કેટલીક ટીપ્સ આપી છે.અગર તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામકાજ અર્થે જાઓ તો કદી વધુ પડતો ભપકો કરી ન જશો. ઊલટાનું તમારા તત્કાલિન ઉપરીના પોશાકનું અનુકરણ કરશો તો પ્રભાવ વિશેષ પડશે. આમ તમારા વ્યવસાયને અનુકુળ કપડાં પહેરો. પ્રમોશનની વાતચીત ચાલતી હોય કે ઈન્ટરવ્યુ હોય ત્યારે ઉપરીનું અનુકરણ લાભદાયી સાબિત થાય છે.મોટી કંપનીમાં મેનેજર જેવી પદવી ધરાવતા પુરુષોએ સુટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. અગર તમારો બાંધોે પાતળો હોય તો ડબલ બ્રેસ્ટેડ સુટ અને સપ્રમાણ કે મેદસ્વી બાંધોે હોય તો સીંગલ બ્રેસ્ટેડ શૂટ પહેરવો જોઈએ. ઓફિસમાં અગર તમારું સ્થાન ઉપરીનું હોય તો થ્રી પીસ સુટ પહેરવો જોઈએ. સાથે પગમાં સફેદ અથવા પાટલૂનને મેચ થતા રંગના મોજા સહિત દોરીવાળા બૂટ પહેરવા જોઈએ.મહિલાઓએ ઓફિસમાં ભળતી ડિઝાઈન કે લેસવાળા બ્લાઉઝ, શિફોનની સાડી કે વધુ પડતા એમ્બ્રોડરી કરેલા સલવાર કમીઝ ક્યારેય પહેરવા ન જોઈએ. તમે ઓફિસમાં જાઓ છો તો માપસર સીવડાવેલા પશ્ચિમી  સૂટ, સાદા સલવાર કમીઝ કે આકર્ષક છતાં સાદી સાડી, ઓછાં ઘરેણાં સાથે પહેરવી જોઈએ.  બને ત્યાં સુધી એડી વિનાના અથવા નીચી એડીના સેન્ડલ પહેરવાથી આખો દિવસ વધુ આરામ રહેશે. ચશ્માના કાચ  કદી ચળકતા પ્રતિબિંબ સામાને પડે એવા ઓફિસમાં ન વાપરવાનું ધ્યાન રાખવું.તમે જ્યારે પ્રવાસમાં જાઓ અથવા મિટિંગ કે પાર્ટીમાં જાઓ ત્યારે બે જોડી સૂટ સાથે હોય તો તેને બ્લેકોર્સ તરીકે પહેરશો તો તમારી પાસે ચાર જોડી શૂટ હશે એવું લોકોને લાગશે. બ્લ્યુ અને ગ્રેનું કોમ્બિનેશન સુંદર લાગે છે.પ્રવાસમાં અગર કોઈનું ધ્યાન તમારા પોશાક પર પડે એવી ઈચ્છા ધરાવતા હો તો પુરુષોએ એ ટાઈ સાથે જેકેટ અને મહિલાએ (નોકરી કરતી) સ્માર્ટ સૂટ પહેરવા જોઈએ.પ્રવાસમાં તમને અકળામણ થાય એવા તંગ કપડા કદી ન પહેરવા. બધા કપડાં સાથે મેચ થાય  તેવા શૂઝ કે પગરખા લેવા જૂતાં પણ પગ જકડી કાઢે તેવાં તંગ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. કાળા લેધરના પટ્ટીઓ ધરાવતા સેન્ડલ અથવા સ્લીપોન્સ  પહેરવા.મુસાફરી દરમિયાન ખમીશ ચોળાઈ જવાનો ડર લાગતો હોય તો ગાડીમાંથી ઊતર્યા પછી એકાદ પાતળું સ્વેટર ખમીશ પર પહેરી લેવાથી તમારી ’અકળામણદ દૂર થઈ જશે! જોકે આવું ડહાપણ શિયાળામાં જ કરી શકાય.કામકાજમાં અઠવાડિયાના અંતે તમે જે વસ્ત્રો પહેરો તેનું મહત્ત્વ દરરોજ કરતાં વિશેષ હોય છે. સમાજમાં તમે એક મોભાદાર વ્યક્તિ તરીકે પ્રભાવ પાડી શકો છો એવી પ્રતીતિ તમારા ઊપરીને તમારા વસ્ત્રોની પસંદગી પરથી થતી હોય છે.પુરુષોએ ગ્રે કે નેવી બ્લ્યુ કલરના પ્રમાણમાં બહુ જાડા નહિ, પણ પાતળા કપડાના પોષાક  પહેરવા જોઈએ. ઘણું ખરું કરચલીઓ ન પડે તેવા પોલીસ્ટર પ્રકારના કપડા પહેરવા જોઈએ.કિંમતી ટાઈ પહેરવાથી તમારો વટ પડી જશે.મહિલાઓએ આકર્ષક સલવાર કમીઝ પહેરવા જોઈએ. અગર સુટ પહેરતી હોય તો રેશમી જેકેટ વ્યક્તિત્વને વધુ દીપાવશે. નખ રંગેલા હોય તે દેખાય તે રીતે પગમાં સેન્ડલ પહેરવા જોઈએ અને ધ્યાન ખેંચાય તેવાં આછા ઘરેણાં તો ખરા જ.અગર તમે ટેલિવિઝન પર ભૂમિકા ભજવવાના હો અથવા કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાના હો તો એક વાત ધ્યાનમાં રાખવી કે મેકઅપ મેન તમારા ચહેરા પર પાવડર લગાડી મેકઅપ કરશે.  તમે ઘરેથી મેક-અપ કરીને ગયા હો તો ગભરાવાની જરૃર નથી કારણ કે વધુ પડતી લાઈટ વચ્ચે કેમેરામેન ટ્રીક અજમાવી આવી ઊણપો ઢાંકી દેશે.ટેલિવિઝન પર દેખાવાના હો ત્યારે બહુ મોટી ડિઝાઈન ધરાવતા કપડાના પોષાક કે ચળકતી પહોળી ટાઈ પહેરવાનું ટાળજો. કોઈની આંખમાં આવે એવો પોષાક ન પહેરતા. પોષાકમાંના કાપડમાં ઊભી લાઈનો હોય તો આ લાઈનો બહુ મોટી કે અત્યંત નજીક ન હોવી જોઈએ.લાલ ભડક રંગના કપડા ન પહેરવા. કેમેરાનું ફોકસ પણ ઘણી વખત લાલ રંગના પોષાકથી ખસી જાય છે. ઉપરાંત ચહેરાના જડબાના ભાગની ચામડી સાથે લાલરંગનો મેળ થતો નથી. કાળો રંગ લાઈટના ઊજાશને ખાઈ જાય છે. સફેદ રંગ લાઈટમાં સામુ પ્રતિબિંબ પાડે છે. પરિણામે તમારો ચહેરો ઝાંખો દેખાય છે.કેમેરા તમારા પોષાક પરની કરચલીઓ બહુ ઝડપી પકડી પાડે છે. અગર તમારા બૂટ અને મોજાં વચ્ચેથી જો પગની ચામડી દેખાય તો આ દેખાવ સૂગ ચઢે તેવો લાગે છે. કેમેરાની સામે જવા  અગાઉ એક વખત અરીસામાં ડોકિયુ કરી લેવું.આ તમને અંદાજ આપશે કે તમારું પ્રતિબિંબ પડદા પર કેવું દેખાશે.ક્લબ કે પબમાં જમવા કે ડિસ્કો માટે જતા હો તો કાળા રંગનો પોેષાક, આકર્ષક દેખાય છે. કાળા રંગથી તમારું શરીર હોય તેના કરતાં થોડું પાતળું  પણ લાગે છે. પબ કે ક્લબમાંજતા પુરુષોએ કાળા પાટલુન કે જીન્સ અથવા રેશ્મી કાળુ ખમીશ પહેરવું જોઈએ. સાટીનનો પોષાક પણ રાત્રે પહેરી શકાય. બોટાઈ પહેરવાથી થોડો વટ વધશે. ટચૂકડા ફ્લેટ્‌સવાળા વીંગ કોલર્ડ શર્ટ પ્રસંગમાં શોભા આપશે.ડીઝાઈનર કુર્તા, જોધપુરી કે શેરવાની મોજડી સાથે  પહેરવાથી પણ વટ પડી જાય છે.છોકરીઓએ મિની સ્કર્ટ, સ્લીપ ડ્રેસ, સ્લીટેડસ્કર્ટ, ઈન્ડિયન ચમકની જ્વેલરી કે ચાંદીના  ઓરિએન્ટલ ડિઝાઈનના દાગીના પાર્ટીમાં રંગ લાવી દેશે. રમતના મેદાનમાં માત્ર સુતરાઉ કાપડના પોષાક પહેરવા.
હવા આવે તેવા બાંય વગરના ટી-શર્ટ, વેસ્ટ અને સાથે શોટ્‌સ પહેરવા. કપડાં પરસેવો જલદી શોષી લે તે વાતનું ધ્યાન રાખવું ખાસ જરૃરી છે.વધુ પડતા ટાઈટ કપડાથી ચામડી પર ઘર્ષણ થશે. સ્નાયુઓની સ્થિતિસ્થાપકતાને ધ્યાનમાં રાખી કસરતને અનુકૂળ પોેષાક પહેરવો. પુરુષોએ તેમ જ મહિલાઓએ છાતીના સ્નાયુઓ તેમ જ પેટના નીચેના ભાગમાં સ્નાયુઓને નુકસાન ના થાય. તેવા ફીટ થતા કપડા પહેરવા જોઈએ.પગમાં બૂટ પણ પ્રમાણમાં અનુકૂળ અનેકુશન ધરાવતા પહેરવા જોેઈએ જેથી એડીને આરામ મળે. આપણે ઊંઘમાં ૪૦ થી ૬૦ વખત પડખા બદલતા હોઈએ છીએ.આથી સુતી વખતે એકદમ ખુલતો સુતરાઉ, પરસેવો ચૂસી લે તેવો પોષાક પહેરવો જોઈએ.ખુલ્લા પહોળા પાયજામા દોરીવાળા પહેરવા જોઈએ.ગુપ્તાંગને ખુલ્લી હવા મળવી જોઈએ આથી રાતના સમયે પુરૃષો એ ટાઈટ અંડરવેર કે મહિલાઓએ ચુસ્ત બ્રા-પેન્ટી પહેરી રાખવી જરૃરી નથી.દિવસ દરમિયાન આછા રંગ કે સફેદ રંગના અને ખાખી રંગના  કપડાં પહેરવા.દિવસે પહેરેલો પોષાક પ્રમાણમાં થોડો ઢીલો હોય તો ચાલે. સુતરાઉ કપડા શ્રેષ્ઠ કહેવાય. અથવા ૬૫ ટકા સુતરાઉ અને બાકી સિન્થેટીક હોય તો ચાલે. સિન્થેટીક કપડા મેલ અને હવામાંના પ્રદૂષણને પકડે છે. ઉપરાંત પરસેવો ચુસતા નથી. પરિણામે શરીરમાંથી વાસ આવે છે. ચામડીની એલર્જી થાય છે અને શ્વાસોચ્છવાસમાં તકલીફ અનુભવાય છે.જીન્સ અગર ડિઝાઈનર વસ્ત્ર  હોય તો તે સ્વચ્છ હોવા જોઈએ. અનવૉશ્ડ જીન્સ ચામડીની એલર્જી પેદા કરે છે.બૂટના ઉપલા હિસ્સાને સ્પર્શતા પાટલૂન પ્લીટેડ હોય તો વધુ દીપે છે. બૂટ સાથે પાટલૂનનો પટ્ટો મેચ કરવાનું ભૂલવું નહિ. કાળા બૂટ સાથે બદામી મોજા નહીં પહેરવા. આ જ રીતે બ્લ્યુ અને બ્રાઉન કલર પણ મેચ નથી થતા.સિન્થેટીક કપડાના ખમીશ નીચે વેસ્ટ અથવા ગંજી પહેરવાથી અળાઈથી બચી જવાય છે.હંમેશા ઉપવસ્ત્રો અથવા અંડર ગારમેન્ટ્‌સ સંપૂર્ણ સુતરાઉ હોવા જરૂરી છે.
Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here