તમામ લોકોનો સમાવેશ કરીને સમયસર મળશે પગાર ભથ્થું

0
17
Share
Share

અમદાવાદ,તા.૨૪

કોરોના મહામારી વચ્ચે એકમાત્ર કોરોના વોરિયર્સ જ ભગવાન બનીને કોરોના વાયરસથી સંક્રમિત લોકોની દેખરેખ અને સેવાચાકરી કરી રહ્યા છે. ત્યારે આજે કોરોના વોરિયર્સ માટે એક ખુશખબર મળી રહ્યા છે. કોરોના વોરિયર્સ સાથે થતા અન્યાયો રોકવા માટે તંત્રએ એક મોટો નિર્ણય લીધો છે. હવે કોરોના વોરિયર્સને સમયસર પગાર ભથ્થું મળશે. આવો નિર્ણય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કર્યો છે અને તેમને એક પરિપત્ર જાહેર કરીને તમામને આ ખુશખબરી આપી પણ દીધી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર જાહેર કરીને કોરોના વોરિયર્સ માટે સારા સમાચાર તો આપ્યા છે, તેમાં હવે આરોગ્ય કર્મી, એડહૉક, આઉટસોર્સિંગના કર્મીઓને સાંકડી લેવામાં આવ્યા છે, એટલે કે તમામ લોકોનો સમાવેશ કરીને સમયસર પગાર ભથ્થું મળશે.તમને જણાવી દઈએ કે, અમદાવાદ સહિતની અનેક મોટી હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ દ્વારા મોટા આંદોલનો થયા છે, તેને અનુરૂપ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેથી હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કોરોના વોરિયર્સ માટે બહાર પાડેલા પરિપત્રનું કોઈ પણ સંસ્થા કે હોસ્પિટલ આનો ભંગ કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોના વોરીયર્સને સમયસર પગાર ભથ્થા મળી રહે તે સુનિશ્ચિત કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આદેશ કર્યો છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here