તમામ તપાસ સંસ્થાઓ પૂછપરછ રૂમની તમામ વિગતો સાચવે સર્વોચ્ચ અદાલત

0
25
Share
Share

આરોપી-શકમંદોની પુછપરછના રૂમમાં સીસીટીવી ત્થા ઓડીયો સીસ્ટમ લગાવી ડેટા ૧૮ માસ સાચવવો

રાજકોટ, તા.૨

દેશની તમામ તપાસ સંસ્થાઓને તેના દ્વારા આરોપી કે શકમંદોની કરાયેલ પૂછપરછની વિગતો ૧૮ માસ સુધી સાચવી રાખવા આદેશ આપી તમામ સંસ્થાઓને તેના પૂછપરછ રૂમમાં થયેલ પૂછપરછ પારદર્શકતા લાવવાના ભાગરૂપે પૂછપરછ રૂમમાં સીસીટીવી લગાવવા તેમજ ઓડીયો સિસ્ટમને કાર્યરત કરવા જણાવેલ છે.

દેશની તપાસનીશ સંસ્થાઓના અમલદારો દ્વારા તેમના હસ્તક હાથ ધરવામાં આવેલ ભૂતકાળની અનેક તપાસોના અધિકારીઓ દ્વારા સત્તા અને સમય અનુસાર તપાસના શૂર બદલાતા રહેતા હોવાથી તેમજ કેટલાક કિસ્સાઓમાં અમલદારો દ્વારા તેમને મળેલ સત્તાના દૂરઉપયોગ પણ થઈ રહયાના પણ ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવેલ હતા જે બાબતો નિવારવા સર્વોચ્ચ અદાલતે તપાસ સંસ્થાઓના અમલદારોની જવાબદારી વધુ સુદ્રઢ અને પારદર્શક કરવાના આશયથી દેશની તમામ એજન્સીનાં નિયામકો અથવા મહાનિદર્ેશકોને તેમના તાબામાં ચાલતી તમામ કચેરીઓમાં પૂછપરછ રૂમમાં ઉપરોકત સુવિધાઓ સત્વરે ઉપ્લબ્ધ કરવા આદેશ આપેલ છે.

સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ આદેશમાં દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સી.બી.આઈ., એન.આઈ.એ., ઈ.ડી., એસ.એફ.આઈ.ઓ. તેમજ દેશના તમામ રાજ્યના પોલીસ મહાનિદર્ેશકના તાબામાં આવતા પોલીસ મથકો ખાતે પણ સીસીટીવી ત્થા ઓડિયો સિસ્ટમ કાર્યરત કરવા જણાવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશની તપાસ સંસ્થાઓની કચેરીઓમાં કેટલાક સ્થળોએ સીસીટીવી ગોઠવાયેલ છે જ પોલીસ મથકોમાંથી મોટાભાગનાં પોલીસ મથકોના પ્રવેશ દ્વાર કે કચેરીમાં સીસીટીવી હાલ કાર્યરત છે પરંતુ પૂછપરછ માટેના રૂમમાં તપાસની કેટલીક બાબતોની ગુપ્તતા જાળવવાના બહાના હેઠળ સીસીટીવી કે ઓડિયો સિસ્ટમ અમલદારો દ્વારા લગાવાયેલ ન હોવાનુ જાણવા મળેલ છે.

સર્વોચ્ચ અદાલતના નવા આદેશ બાદ જો સંપૂર્ણ અમલ થાય તો તપાસ સંસ્થાઓની તપાસમાં હાલ જે કેટલીક બાબતોમાં લોલંલોલ ચાલે છે તેમાં ચોક્કસ પણે પારદર્શકતા આવશે અને તપાસનીશ અમલદારોની તપાસ બાબતની જવાબદારી પણ વધુ સુનિશ્ચિત થશે !

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here