તમને સમજમાં નથી આવી રહ્યો આ આખો ખેલઃ જયા બચ્ચન પર રણવીર શૌરીનો કટાક્ષ

0
21
Share
Share

મુંબઇ,તા.૧૬

બૉલિવુડમાં પરિવારવાદ અને સુશાંત સિંહ રાજપૂતના મુદ્દે ખુલીને બોલનાર અભિનેતા રણવીર શૌરીએ એક વાર ફરીથી ટિ્‌વટ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આડે હાથ લીધા છે. રણવીર શૌરીએ કહ્યુ છે કે બૉલિવુડના એ લોકો જે કોઈ કામના નથી તેના બચાવમાં ફરીથી ઘણા લોકો ઉતરી આવ્યા છે પરંતુ આ બચાવ કરનારા લોકો બૉલિવુડના ગેટકીપર છે અથવા કોઈના તળિયા ચાટી રહ્યા છે. રણવીર શૌરીનુ આ નિવેદન અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચનના નિવેદન બાદ આવ્યુ છે.

જયા બચ્ચને મંગળવારે (૧૫ સપ્ટેમ્બર)એ રાજ્યસભામાં એ લોકોની જોરદાર ટીકા કરી જેમણે બૉલિવુડ વિરુદ્ધ બોલ્યુ છે. રણવીર શૌરીએ ટિ્‌વટ કરીને કહ્યુ, ’જે લોકો બૉલિવુડના ગોબરના બચાવમાં ઉતર્યા છે તે ગેટકીપર છે અથવા તો કોઈની ચાટુકારિતામાં લાગ્યા છે. જો તમને કોઈનુ બોલવાનુ ન ગમતુ હોય તો તમે પણ પોતાની અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરી શકો છો નહિતર ચૂપચાપ તેના સમર્થનમાં લાગી જાવ. શું તમને સમજમાં નથી આવી રહ્યો આ બધો શું ખેલ ચાલી રહ્યો છે.’

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here