તબલીગી જમાતને લગતી અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રિમે કહ્યું

0
16
Share
Share

હાલના સમયમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સૌથી વધુ દુરુપયોગ કરવામાં આવ્યો

ન્યુ દિલ્હી,તા.૮

તબલીગી જમાતને લગતી અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હાલના સમયમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સૌથી વધુ દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ અરજીઓએ ટીવી ચેનલો સામે તબલીગી જમાત વિરુદ્ધ બનાવટી સમાચાર પ્રસારિત કરવા અને નિઝામુદ્દીન મરકઝ ઘટનાને સાંપ્રદાયિક રૂપ આપવાનો આરોપ લગાવતા કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કેન્દ્ર સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું. જેને લઈને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક ટિપ્પણી કરવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પણ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરેલા સોગંદનામા અંગે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તે એક જુનિયર અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી. અને ખાસ કરીને અરજી કરનારે ઉઠાવેલી ખોટી રીપોર્ટીંગના એક પણ બનાવને અહીં વિશિષ્ટ રીતે જોડવામાં આવ્યો નથી.

મુખ્ય ન્યાયાધીશ બોબેડે એ સોલિસિટર જનરલને કહ્યું, તમે આ અદાલતની સાથે આ રીતે વર્તન કરી શકતા નથી. આ સોગંદનામું પણ એક જુનિયર અધિકારી દ્વારા દાખલ કરવામાં આવ્યું છે, અને તેમાં ગોળ ગોળ માહિતી આપવામાં આવી છે જેમાં અરજી કરનારે દર્શાવેલા ખોટી રીપોર્ટીંગના એક પણ બનાવને વિશેષ રીતે જોવામાં આવ્યો નથી.

કોર્ટે તુષાર મહેતાને એ સુનિશ્ચિત કરવા કહ્યું હતું કે સબંધિત વિભાગના અધિકારી નવું સોગંદનામું દાખલ કરે. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે આ મામલે સચિવે એ પણ જણાવવું પડશે કે વિશિષ્ટ ઘટનાઓ કે જે યાચિકાકર્તા દ્વારા ઉઠાવવામાં આવે છે તે મામલે તેઓ શું વિચારે છે અને આ પ્રકારનો જવાબ અમને હવે ન આપે જે હમણાં આપ્યો છે. ” આ મામલે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ નિર્ધારિત કરાઈ છે.

અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે સરકારે કહ્યું છે કે આમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા શામેલ છે. આ તરફ મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, ભાષણની સ્વતંત્રતા એ હાલના સમયમાં સૌથી વધુ દુરુપયોગ કરવામાં આવે છે.જમિઆત ઉલેમા-એ-હિન્દ, પીસ પાર્ટી, મસ્જિદ મદારીઝની ડીજે હલ્લી ફેડરેશન, વક્ફ સંસ્થા અને અબ્દુલ કુદ્દસ લસ્કરે દાખલ કરેલી અરજીઓમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મીડિયા રિપોર્ટિંગ એકતરફી છે અને મુસ્લિમ સમુદાયને ખોટી રીતે રજૂ કરે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here