તત્કાલીન સીએમ મોદીએ લોકાર્પણ કરેલ સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સની દિવાલ તૂટી પડી

0
17
Share
Share

રાજપીપળા,તા.૧૯
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ તત્કાલીન સીએમ મોદીએ લાકાર્પણ કરેલા સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ તૂટી પડી છે. તેના નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા સેવાઇ રહી છે. રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું.
સંકુલના ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાસાઈ થતા એમા પણ મસ મોટા ભ્રષ્ટાચારની આશંકાઓ સેવાઈ રહી છે. ગુજરાત સરકારના તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદી બેન પટેલે ૧૬ મી નવેમ્બર ૨૦૦૬ ના રોજ રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે રમત ગમત સંકુલનું શિલાન્યાય કર્યું હતું.
એના ૩ વર્ષ બાદ એટલે કે ૧૪ મી ઓક્ટોબર ૨૦૦૯ ના રોજ ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ૩ વર્ષના સમય ગાળા દરમિયાન રમત ગમત સંકુલના બાંધકામમાં ગુણવત્તા જળવાતી ન હોવાની બુમો ઉઠી હતી. જો કે જે તે વખતે સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરી હોય તેવો આક્ષેપ થયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here