તંત્રી લેખ…હોનારત રોકવાની જરૂર

0
30
Share
Share

ચમોલી જલ પ્રલયની ઘટના બાદ ફરી એકવાર સાવધાની રાખવાની જરૂર છે. ચમોલી ઘટના બાદ જો ધ્યાન આપીશુ નહીં તો આવી ઘટના બનતી રહેશે. ચમોલી જલ પ્રલયની ઘટનામાં મૃતાંક વધીને ૫૦ સુધી પહોંચી ગયો છે. વૈજ્ઞાનિકો આનાથી બોધપાઠ લઇને અભ્યાસમાં લાગેલા છે. ક્લાઈમેટ ચેન્જ અથવા તો જળવાયુ પરિવર્તન અને કુદરતી હોનારતમાંથી ઘણી બધી બાબતો શિખવાની જરૂર ઉભી થઈ છે. ફરી એકવાર પર્યાવરણની બગડી રહેલી સ્થિતિ પર ચર્ચાઓ થઈ રહી છે. ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારની ઝાટકણી કાઢવાનું કામ પણ પર્યાવરણ દિવસે થાય છે. ત્યારબાદ ફરી એકવાર આગામી વર્ષના પર્યાવરણ દિવસની ઉજવણીની રાહ જોવામાં આવે છે. ભગવાન ન કરે કે કોઈ કુદરતી હોનારતનો સામનો કરવો પડે પણ જો કમનસીબરીતે આવું થશે તો ફરી એકવાર ચર્ચા કરવામાં આવશે. આખરે ક્યાં સુધી અને કેમ અમે જળવાયુ પરિવર્તનના પ્રભાવનો સામનો કરતા રહીશું. કુદરતી હોનારતની અસરને ઘટાડવા માટે ચોક્કસ પગલા લેવા જોઈએ. આજના લેખમાં જળવાયુ પરિવર્તનને લઈને અમે વાત કરવા જઈ રહ્યા છીએ. આમાં કેટલાક પર્યાવરણ નિષ્ણાતોના અભિપ્રાય પણ લઈ રહ્યા છીએ. ભારતમાં વિતેલા વર્ષોમાં પર્યાવરણને ખૂબજ મહત્વ અપાયુ હતી જેથી અમારી જીવનશૈલીમાં તેનો સમાવેશ થઈ ગયો હતો. વૃક્ષો, પહાડ, પાણી, પૃથ્વી અને વાયુને એક સમાન ધર્મ સમાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ તમામને પવિત્ર ગણીને પૂજા પણ કરવામાં આવતી હતી. પૂજા પણ અમારા જીવનનો એક હિસ્સો બની ગયો હતો. કુદરતને પણ સુખ અને દુખનો અનુભવ થાય છે એમ માનીને જો પત્તાઓ પણ તોડવામાં આવેતો માફી માંગવાની વ્યવસ્થા પણ વિતેલા    વર્ષોમાં હતી. પર્યાવરણને લઈને અમારી વિચારધારા બદલાઈ ગઈ છે. પર્યાવરણને લઈને હજુ પણ સાવધાન થવાની જરૂર છે. તેને સુરક્ષિત રાખીને પોતાને સ્વસ્થ રાખવાની સાથે સાથે આવનાર પેઢીઓને પણ આનો લાભ આપી શકાય છે પણ તકલીફ એ થઈ છે કે અમે ધર્મને લઈને પોતાની વિચારધારા બદલી ચુક્યા છીએ. અંધવિશ્વાસની જગ્યા આવી ગઈ છે. એકબાજુ જ્યાં પહાડી વિસ્તારોની પરિક્રમા કરવામં આવતી હતી તે હવે પ્રવાસના સ્થળ બની ચુક્યા છે. જળનાપ્રત્યે પણ આસ્થા બદલાઈ ચુકી છે. અને તે હવે માત્ર પાણી બનીને રહી ચુક્યુ છે. નદીઓને રોફ્ટીંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. પિકનીક મનાવવા અને મનોરંજનમાં કોઈ સમસ્યા નથી પરંતુ જ્યારે માત્ર આવુ જ થાય છે ત્યારે આ સ્થળ પર કુદરતી નિયમોની અવગણના થાય છે. આ સ્થળ પર શરાબ અને નોનવેજનો દોર ચાલવા લાગ્યો છે. કોઈ પણ જગ્યાએ કોઈ ચીજ ફેંકી દેવામાં આવે છે. જળપ્રત્યે પૂજનીય ભાવ હવે નથી. મા ગંગા જેના જળને અમૃત તરીકે ગણવામાં આવે છે તે હવે માત્ર પાણી તરીકે છે. જળના પ્રત્યે સંવેદનશીલતા ખતમ થઈ છે. સમાજમાં સંવેદનાઓ પણ ખતમ થઈ છે. જુદા જુદા અભિયાન આના માટે ચલાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. મોટા પાયે અભિયાનોમાં બાળકોને સામેલ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. સ્કૂલમાં જેટલા બાળકો તેટલા વૃક્ષો માટે અભિયાન ચાલે તે જરૂરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here