કોરોના કાળમાં લોકો મંદીના માહોલમા ફસાઇ ગયા છે. આવી સ્થિતીમાં કેટલાક લોકો લાભ લેવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમની પૈસા ડબલ કરવાની લાલચી સ્કીમમાં ન પડવાની હાલમાં જરૂર છે. લોકો આવી સ્થિતીમાં સાવધાન રહે તે જરૂરી છે. કોરોના કાળમાં મોટી સંખ્યામાં લોકો લાલચી સ્કીમમાં ફસાઇ પણ ચુક્યા છે. ભારતની ગણતરી દુનિયાના એવા દેશોમાં થાય છે જ્યાં મૂડીરોકાણકારોના હિત પ્રત્યે વધારે ગંભીરતા નજરે પડતી નથી. અહિં વારંવાર એક પછી એક કૌભાંડો આવતા રહે છે. ક્યારે શારદા કૌભાંડ સપાટી પર આવે છે તો ક્યારે સહારા કૌભાંડ સપાટી પર આવે છે. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટેનું સ્વપ્ન નિહાળનાર દેશ માટે આ કોઈ શુભ સંકેત નથી અથવા તો લક્ષ્યાંક પણ નથી. એક ઝડપથી વધતી અર્થવ્યવસ્થા માટે મૂડીરોકાણકારોના હિતોને પ્રાથમિકતા આપવાની બાબત કેમ જરૂરી છે. તેના માટે કયા પગલા લેવા જોઈએ. તેને લઈને જ અમે આજે આ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મૂડીરોકાણકારોના હિતને લઈને અસરકારક નીતિની સાથે સાથે છેતરપિંડી આચરનાર લોકો સામે સાવધાન રહેવામાં આવે તે પણ જરૂરી છે. ઘણા રોકાણકારો દરરોજ પોજી સ્કીમ અથવા તો આકર્ષક યોજનાઓના સકંજામાં આવીને પોતાની સંપત્તિ ગુમાવી બેસે છે. આવી સ્થિતિથી મૂડીરોકાણકારો સાવધાન રહે તે જરૂરી છેમૂડીરોકાણના માધ્યમથી આવક ઉભી કરવાની ઇચ્છા દરેક વ્યક્તિની હોય છે. આ મૂડીરોકાણ ઘણા પ્રકારના હોઈ શકે છે. જેમાં બેંકમાં જમા, બીન બેન્કીંગ કંપનીઓમાં ફિક્સ ડિપોઝિટ, સામૂહિક મૂડીરોકાણની યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ તથા ચીટ ફંડનો સમાવેશ થાય છે. બેંકમા જમાને અહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રીત કરવામાં આવે છે. જ્યારે સામૂહિક મૂડીરોકાણની યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ, એમબીએફસીના ફિક્સ ડિપોઝિટને સેબી દ્વારા મેનેજ કરવામાં આવે છે જ્યારે ચીટ ફંડને કંપની લો બોર્ડના માધ્યમથી રાજ્ય મેનેજ કરે છે પણ મુશ્કેલી એ છે કે આ તમામમાં ખૂબ ઓછા અંતરની સ્થિતિ રહે છે. આ અંતર એટલું ઓછું હોય છે કે સામાન્ય વ્યક્તિ તો ભ્રમમાં અને દુવિધામા મૂકાય જ છે સાથે સાથે પોતે નિયામક સંસ્થાઓ પણ કહી શકે છે કે આ સંસ્થાઓ અમારી હદમાં આવતી નથી. આ બીજા નિયામકનો મામલો છે. આ ભ્રમ અને અવ્યવસ્થાના લીધે અનેક મૂડીરોકાણની ગતિવિધિને વધુ મજબુતી સાથે આગળ વધાવાની તક મળે છે જે કોઈ પણ રજિસ્ટર્ડ સંસ્થા નથી અને ગેરકાયદેરીતે મૂડીરોકાણની પ્રવૃત્તિ ચલાવે છે.એમ માની લેવા માટેનું કોઈ કારણ નથી કે કોઈ એક મૂડીરોકાણ શ્રેષ્ઠ છે અને બીજા મૂડીરોકાણમાં ખરાબી રહેલી છે. દરેક મૂડીરોકાણમાં કોઈને કોઈ વિશેષતા ગ્રાહકો માટે રહે છે. સાથે સાથે કેટલીક શરતો પણ ઘેરાયેલી હોય છે. કયામાં રોકાણની બાબત સારી છે અને કયામાં રોકાણથી નુકસાન છે. આ બાબત નક્કી કરવાની જવાબદારી મૂડીરોકાણકારોની હોય છે. ઘણી બધી રોકાણની યોજનાઓ હોવાથી મૂડીરોકાણકાર માટે આ બાબતની જાણકારી મેળવવી અશક્ય બની જાય છે કે તે જે મૂડીરોકાણના માધ્યમથી રોકાણ કરે છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે કે કેમ આ કામ રેગ્યુલેટર અથવા તો નિયામક સંસ્થાઓનુ રહે છે.