તંત્રી લેખ…સેનાને લઇ ખુબ ગૌરવ

0
21
Share
Share

ચીન અને પાકિસ્તાન સાથે વારંવારના સંઘર્ષમાં ભારતીય સેનાએ જે રીતે સંયમ જાળવી રાખીને તેની કુશળતા દર્શાવી છે તે તમામ બાબતોને પ્રભાવિત કરે છે. પાકિસ્તાનને તો વારંવાર પછડાટ આપ્યા બાદ હાલમાં ચીન સાથેની સરહદ પર ભારતીય સેનાના જવાનોએ જે પરાક્રમ દર્શાવ્યા છે તેનાથી તમામને ગૌરવ થાય છે. લોહિયાળ રક્તપાતમાં ચીનના જવાનોને ભારતે જોરદાર પછડાટ આપી હતી. વર્તમાન સ્થિતીમાં ભારતીય સૈનાના સાહસી જવાનો માટેવધારે નવી ટેકનોલોજી અને હથિયારો ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. આના કારણે જવાનો વધારે કઠોર રીતે દુશ્મનોને જવાબ આપી શકશે. સેનાની વર્ધી પહેરીને પહેલા જવાનો અને અધિકારીઓ ગર્વ અનુભવ કરતા હતા. આજે પણ ગર્વ અનુભવ કરે છે. તેમના પરિવારના સભ્યો  આજે પણ ગર્વ અનુભવ કરે છે. જો કે સેનાના જવાનોની સામે પહેલા કરતા આજે જટિલ સ્થિતી અને વધુ પડકારો આવી ગયા છે. આવી સ્થિતીમાં તેમની જરૂરિયાતો મુજબ આગળ વધવાની જરૂર છે. આના માટે સેનાના વડા સાથે નિયમિત બેઠકોનો દોર જરૂરી છે. તૈયારીની સતત સમીક્ષા પણ જરૂરી છે.  હાલના સમયમાં સેનાના જવાનો અને અધિકારીઓ પહેલા કરતા વધુ સંખ્યામાં સ્વૈચ્છિક નિવૃતિ લેવા માટે આગળ આવી રહ્યા છે. ઘટતા તુલનાત્મક સ્તરને પણ આના માટે જવાબદાર ગણી શકાય છે. સેવા નિવૃત થઇ રહેલા ઓફિસર અને જવાનોની સંખ્યામાં ઘટાડો કેમ થઇ રહ્યો છે  ?  આ જવાનો નોકરી કેમ છોડી રહ્યા છે  ?  સેના પ્રત્યે આકર્ષણ કેમ ઓછુ થઇ રહ્યુ છે  ?  તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રકારની પરિસ્થિતી માટે કોણ જવાબદાર છે  ?  તેવા પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આજે અમે આ પ્રશ્નો પર લેખમાં ચર્ચા કરવા જઇ રહ્યા છીએ.. સંરક્ષણ મામલાના નિષ્ણાંત આલોક બંસલે હાલમાં એક અગ્રણી અખબારમાં કહ્યુ હતુ કે પહેલા શાહી ખાનદાનમાંથી મોટા ભાગના લોકો સેનામાં સામેલ થતા હતા અને પોતાને ગર્વ થાય તેવુ કામ કરતા હતા. પરંતુ હવે રાજકીય નેતાઓના ખાનદાનમાંથી કેટલા લોકો સેનામાં આવવાનુ પસંદ કરે છે તે પ્રશ્ન રહેલો છે. પહેલા અધિકારીઓના બીજા નંબરના હોદ્દા સંયુક્ત સચિવની સમકક્ષ  સેનાના મેજર જનરલના હોદ્દા હોતા હતા. હોદ્દાની પુન રચના કરવામાં આવ્યા બાદ સચિવની ઉપર વધારાના સચિવ, ખાસ સચિવ અને પ્રમુખ સચિવ  તેમજ કેબિનેટ સચિવના હોદ્દા થઇ ગયા છે. મેજર જનરલના હોદ્દાને હજુ પણ સેનામાં વરિષ્ઠતાની દ્રષ્ટિએ હજુ પણ ત્રીજા નંબરમાં ગણવામાં આવે છે. તેમાં કોઇ સુધારા થયા નથી. ભારતીય સેનામાં અધિકારી વર્ગ  સ્વૈચ્છિક સેવાનિવૃતિ યોજના માટે મોટી સંખ્યામાં અરજી કરી રહ્યા છે. છેલ્લા થોડાક સમય પહેલા હેવાલ આવ્યા હતા કે ભૂમિ સેનામાં વર્ષ ૨૦૧૭માં ઓક્ટોબર સુધીમાં ૨૩૯, હવાઇ દળમાં ૧૪૪ અધિકારીઓએ વીઆરએસ માટે અપીલ કરી હતી.  એક સમય હતો જ્યારે રાજા મહારાજા અને શાહી ખાનદાનના લોકો સેનામાં ભરતી થતા હતા. મોટા ભાગના લોકો સેનામાં જોડાઇને ગર્વ અનુભવ કરતા હતા. હવે એવા ગણતરીના શાહી પરિવાર હશે જેમના પરિવારના સભ્યો સેનામાં જોડાઇ રહ્યા છે.જાણકાર લોકો માને છે કે નેતા છે તો પણ તેમના પરિવારમાંથી સેનામાં યુવાનોને મોકલી દેવા જોઇએ. સેનામાં પણ નેતૃત્વની કુશળતા દર્શાવવામાં આવે તે સમયની માંગ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here