તંત્રી લેખ…વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

0
25
Share
Share

કોરોના કાળમાં ભારતમાં રોજગારીને લઇને સમસ્યા સતત વધી રહી છે. કુશળતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ નોકરી મળી રહી નથી. એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રમાથી નિકળેલા નિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં છે. જો કે આના માટે સમસ્યા અન્ય કેટલીક પણ રહેલી છે. શિક્ષણમાં ખામી પણ કેટલાક લોકો દોષિત ગણે છે. તેમના કહેવા મુજબ ઉદોગોને જરૂરી રહે તે પ્રકારની કુશળતા તબીબોમાં દેખાઇ રહી નથી. જેથી એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કુશળતા વધારવા શિક્ષણ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નોકરી ન મળવાના કારણે વિદ્યાર્થીઓ હતાશ પણ દેખાઇ રહ્યા છે. કોઇ સમય યુવા માટે સૌથી આકર્ષક કેરિયર તરીકે ગણાતા એન્જિનિયરિંગની ચમક હવે સતત ઘટી રહી છે. આના માટે કેટલાક કારણો જવાબદાર દેખાઇ રહ્યા છે. સૌથી મોટુ કારણ એ છે કે આ ક્ષેત્રમાં રહેલા વિદ્યાર્થીઓને નોકરી મળી રહી નથી. એન્જિનિયરિંગમાંથી વિદ્યાર્થીઓનો મોહભંગ હવે થઇ રહ્યો છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી બે વર્ષ સુધી નવા એન્જિનિયરિંગ કોલેજ ખોલવા માટે કોઇની પણ અરજીને સ્વીકાર કરવામાં આવનાર નથી. કારણ એ છે કે સત્ર ૨૦૧૯-૨૦માં એન્જિનિયરિગની ૫૦ ટકા સીટ ખાલી રહી ગઇ હતી. સાફ સંકેત મળી રહ્યા છે કે વિદ્યાર્થીઓ હવે એન્જિનિયરિંગમાં પ્રવેશ કરીને વધારે સમય ખરાબ કરવા માટે ઇચ્છુક નથી. વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં કેરિયરને નિહાળી રહ્યા નથી. ભારતમાં ૨૭ લાખ એન્જિનિયરિગની સીટો રહેલી છે. જેમાં ૧૪ લાખ અંડરગ્રેજુએટ્‌સ , ૧૧ લાખ ડિપ્લોમા તેમજ ૧.૮ લાખ પોસ્ટ ગ્રેજુએટ્‌સ સીટો આવે છે. ૨૦૧૯-૨૦માં માત્ર ૧૩ લાખ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી સાત લાખે અંડરગ્રેજુએટ પ્રોગ્રામની પસંદગી કરી હતી. તેમના આ પ્રવાહનુ સીધુ કારણ એ છે કે એન્જિનિયરિંગ ગ્રેજુએટને નોકરી મળી રહી નથી. એઆઇસીટીઇના કહેવા મુજબ વર્ષ ૨૦૧૯માં મુશ્કેલથી છ લાખ ગ્રેજુએટ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી શક્યા હતા. આની સાથે જ વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૧૯ વચ્ચે આશરે ૫૧૮ એન્જિનિયરિંગ કોલેજ બંધ કરવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય એન્જિનિયરિંગ શિક્ષણની કેટલીક ખામી સપાટી પર આવી છે. એન્જિનિયરિંગ નવી ટેકનોલોજીની સાથે પોતાને તાલમેલ બેસાડી દેવા માટે કોઇ ફેરફાર કરવામાં નિષ્ફળ છે. સાથે સાથે એન્જિનિયરિંગ શિક્ષણમાં હવે એવુ શિક્ષણ મળી રહ્યુ નથી જે આજની જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને લાભ કરાવી શકે. એન્જિનિયરિંગની પાસે આજે નવી ટેકનોલોજી અપગ્રેડ કરવાની બાબત રહેલી નથી. દેશના નવનિર્માણમાં એન્જિનિયરિંગની કોઇ ભૂમિકા ઉભરીને સપાટી પર આવી રહી નથી. રોજગારને લઇને અભ્યાસ કરનાર અને સર્વેની કામગીરી સાથે જોડાયેલી રહેલી કંપની એસ્પાયરિગ માઇન્ડસના ગયા વર્ષે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે દેશના ૮૦ ટકા કરતા વધારે એન્જિનિયર આજની કૌશળ કેન્દ્રિત અર્થવ્યવસ્થામાં નોકરીને લાયક રહેલા નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here