તંત્રી લેખ…મોંઘવારી પર બ્રેક જરૂરી

0
25
Share
Share

મોંઘવારીને કાબુમાં લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. આજે  કોરોના કાળના ગાળા દરમિયાન સારી આવક ધરાવનાર વ્યક્તિ પણ મોંઘવારીના કારણે પરેશાન છે. કારણ કે દરેક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે સતત બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર હજુ મોંઘવારીના મોરચા પર ફ્લોપ સાબિત થઇ રહી છે. જરૂરી વસ્તુઓની કિંમત વારંવાર રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી જાય છે. સાથે સાથે વારંવાર પગલા સ્થિતીને સામાન્ય બનાવવા માટે લેવામાં આવે છે. આ બાબત યોગ્ય નથી. ભાવ નિયંત્રણ જુદા જુદા સ્તર પર રહે તે જરૂરી છે. આવી જ રીતે રોજગારીને વધારવામાં આવી રહી હોવાના દાવા વર્ષોથી થઇ રહ્યા છે પરંતુ કેટલા લોકોને નોકરી મળી રહી છે તે અંગે કોઇ નક્કર માહિતી જાહેર કરવામાં આવી રહી નથી. મોદી સરકારની બે મોરચા પર વ્યાપક ટિકા થઇ રહી છે જેમાં મોંઘવારી અને રોજગારીને લઇને છે. આ બંને મુદ્દાને હવે જો ગંભીરતાથી હાથ ધરવામામ નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે નુકસાનનો સામનો કરવાનો રહેશે. દિલ્હીમાં કારમી હાર થયા બાદ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને પૂર્ણ મહેનત લગાવવાની સાથે સાથે મોંઘવારી પર દેખાય તે રીતે બ્રેક મુકવાની રહેશે. મોદી શાસનમાં દરેક ચીજો મોંઘી થઇ રહી છે તેમ તમામ લોકો કહી રહ્યા છે. આવી સ્થિતીમાં હવે લોકોને જે રીતે દિલ્હીમાં સસ્તી ચીજ વસ્તુઓના વચન સાથે આકર્ષિત કરવામાં કેજરીવાલ સફળ રહ્યા છે તેવી જ રીતે અન્ય પક્ષો આવી યોજના જાહેર કરીને ભાજપની મુશ્કેલી વધારી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા છ વર્ષથી વધુ સમયથી સતત સક્રિય રહીને જુદા જુદા મોરચે લોકોને રાહત આપવાના પ્રયાસ કરી રહ્યા છે છતાં હજુ કેટલાક એવા મોરચા છે જે મોરચે અસરકારક કામગીરી થઇ શકી નથી. જેથી તેમની સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. મોદી શાસનમાં યુવાનો વધુ પ્રમાણમાં નોકરીની અપેક્ષા રાખી રહ્યા હતા. જો કે હજુ ુસુધી અપેક્ષા મુજબ કામ નોકરીના ક્ષેત્રમાં થઇ શક્યુ નથી. સરકારના કામ પર ધ્યાન આપવામાં આવે તો પ્રદર્શનના એક ભાગમાં ચોક્કસપણે ઉજાસ દેખાય છે પરંતુ બીજા ભાગમાં હજુ અંધકાર દેખાય છે. ટુંકમાં કેટલાક મોરચે વધારે સારી રીતે કામ કરવાની જરૂર દેખાઇ રહી છે.જન ધન યોજનાના કારણે ચોક્કસપણે મોટા પાયે લોકો નાણાંકીય રીતે ભાગીદારીમાં સામેલ થયા છે. પરંતુ નિરાશાજનક બાબત એ પણછે જે જન ધન યોજના હેઠળ નિષ્ક્રિય ખાતાની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. આવી જ રીતે ઉજ્જવલા ગેસ કનેક્શનની સંખ્યા તો ચોક્કસપણે વધારી દેવામાં આવી છે પરંતુ ગેસ ઉપભોગના આંકડામાં સંખ્યા મુજબ વધારો થયો નથી. આવી જ રીતે સ્વચ્છ ભારત અભિયાન મહત્વકાંક્ષી પહેલ તરીકે છે. ગ્રામીણ સડક યોજનામાં પણ પ્રગતિ તો દેખાય છે પરંતુ આ પ્રગતિને પ્રભાવશાળી ગણવા માટે વધારે લોકો તૈયાર નથી. જ્યાં સુધી કોશલ્ય વિકાસ યોજનાનો પ્રશ્ન છે તેની નિષ્ફળતા દેખાઇ આવે છે. અન્ય યોજના પર સરકાર નિષ્ફળ રહી છે પરંતુ પહેલા કરતા કામ થઇ રહ્યુ છે તે બાબત યોગ્ય છે. મોદી સરકાર અસરકારક રીતે કામ કરી રહી છે તે દર્શાવવા માટે સરકારની યોજનાને હવે રજૂ કરવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here