તંત્રી લેખ…ભારતની લાલ આંખ

0
18
Share
Share

કોરોના વાયરસની સ્થિતી સમગ્ર દુનિયામાં હોવા છતાં ચીનની વિસ્તારવાદી નીતિ ભારત સહિત દુનિયાના દેશોમાં જારી રહી છે. જે હેઠળ સરહદ પર ચીનની ગતિવિધી પર નજર છે. ભારતના અરૂણપ્રદેશ, આસામ અને સિક્કમ જેવા રાજ્યોમાં ચીનની ગતિવિધી જારી રહી છે. તેની હરકતો પર બાજ નજર રાખવાની જરૂર દેખાઇ રહી છે.  પ્રાપ્ત માહિતી મુજબ  સિક્કિમમાં તેની ગતિવિધી હાલમાં જારી રહી છે. કોરોના વાયરસની સ્થિતી સામાન્ય બન્યા બાદ એકબાજુ અમેરિકા સહિતના દુુનિયાના દેશો ચીનને ભીસમાં લેવા માટે તૈયારી કરી રહ્યા છે. ચીનને હવે વ્યાપક મુશ્કેલી અને બહિષ્કારનો સામનો કરવાની ફરજ પડી શકે છે. સાથે સાથે ચીની કારોબારથી પણ લોકો દુર રહેવાના પ્રયાસ કરનાર છે. ચીન સામે સંયુક્ત આક્રમક રણનિતી તૈયાર કરવામાં આવી રહીછે. ભારતે પણ આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં કુચ કરીદીધી છે. જેના ભાગરૂપે મોદી સરકારે ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી ચુકી છે કોરોના  વાયરસની સ્થિતી વચ્ચે સિક્કિમ સરહદ  પર ભારત અને ચીન વચ્ચે હાલમાં સ્થિતી તંગ બનેલી છે ત્યારે ભારતીય બજારોમાં કોઇ પણ રીતે ઘુસવાના પ્રયાસ ચીનના હજુ પણ જારી રહ્યા છે. ભારતને સૌથી મોટા માર્કેટ તરીકે પણ ચીન જુએ છે. જેથી ચીની માર્કેટ સાથે પણ ભારતમાં સ્થાનિક કારોબારીઓની સ્પર્ધા સીધી રીતે વર્ષોથી ચાલી રહી છે. હવે આને લઇને સાવધાની રાખવાની જરૂર છે. ભારતમાં કોઈ પણ બજારમાં જતા રહીએ તો પણ મશીનરીથી લઈને રમકડા સુધી મેડ ઈન ચાઈનાની બોલબાલા સરળતાથી જોઈ શકાય છે. ભારતીય બજારના અર્થતંત્ર પર ચીની બજારનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. પ્રભુત્વ કેમ થઈ રહ્યું છે. કોઈ પણ માપદંડમાં ચીની ચીજવસ્તુ દેશી ચીજવસ્તુની સામે ટકી શકવાની સ્થિતિમાં નથી છતાં ચીની ચીજવસ્તુનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. કિંમતોને છોડીને દરેક બાબતમાં ચીની ચીજવસ્તુ દેશી ચીજવસ્તુની સામે ટકી શકવાની સ્થિતિમાં નથી. હિન્દુ- ચીની ભાઈ ભાઈના નારા લગાનાર દેશ એવું તો નથી કે પોતાના ભાઈની કમર તોડવાની પ્રક્રિયામાં લાગેલું છે. બંને દેશો વચ્ચે વેપાર અસમતુલાના આંકડા  પર નજર કરવામાં આવે તો આ બાબત સ્પષ્ટપણે નજરે પડે છે. ૨૦૧૫ સુધી જ્યાં ચીની હિસ્સેદારી ૫૪.૨ અબજ ડોલર રહી હતી, જ્યારે ભારતની નિકાસ ૧૬.૪ અબજ ડોલર સુધી મર્યાદિત રહી હતી. અમારા બજારમાં વિજળીના સાધનો, સિમેન્ટ, ઓર્ગેનિક કેમિકલ્સ, પરમાણુ રિએક્ટર્સ, બોઈલર્સ, ભારે મશીનરી, સિલ્ક, ખનીજ, ઈંધણ અને તેલ જેવી તમામ ચીજવસ્તુમાં ચીન છવાયેલું છે. આ આંકડા તો એ વસ્તુઓનો છે જે બંને દેશોની સરકારની વચ્ચે વેપાર સમજૂતિ હેઠળ આયાત અને નિકાસ કરવામાં આવે છે. દર વર્ષે ભારતીય બજારમાં ગેરકાયદેરીતે આવનાર ચીની ચીજવસ્તુ આનાથી અનેક ગણી વધારે છે. કઈ રીતે તમામ ચીજવસ્તુ સરહદ પાર કરીને અમારા અર્થતંત્રને નબળુ પાડી દેવા પહોંચી જાય છે. કસ્ટમ વિભાગની મિલીભગત વગર આ બાબત શક્ય બને શકે તેમ નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here