ટેકનોલોજીની સ્પર્ધા આગામી વર્ષોમાં વધારે તીવ્ર બની શકે છે. દુનિયાના દેશો ટેકનોલોજીના મામલે એકબીજાને પછડાટ આપવા અને પાછળ છોડવા માટે તૈયાર છે. પ્રભુત્વની લડાઇ ચાલી રહી છે. એવા હેવાલ પણ મળી રહ્યા છે કે ઉબર દુબઇ અને ડલાસમાં વર્ષ ૨૦૨૧ સુધી ફ્લાઇંગ ટેક્સીનુ નેટવર્ક બનાવવાની યોજના બનાવી રહી છે. ગુગલના સહસ્થાપક લેરી પેજ દ્વારા બનાવવામાં આવેલી એક ફ્લાઇંગ કાર સ્ટાર્ટ અપ કિટ્ટી હોક પહેલાથી સંભિવત ગ્રાહકોને ટેસ્ટ ફ્લાઇટસને લઇને અનુભવ આપી રહી છે. આવી સ્થિતીમાં ઉત્સુકતા વધી રહી છે. આ સપ્તાહમાં રોલ્સ રોયલ્સે બ્રિટનમાં ફાર્નબોરો ઇન્ટરનેશનલ એરશોમાં ઇલેક્િટ્રિક વર્ટિકલ અને લેન્ડિંગ વાહનનુ અનાવરણ કર્યુ હતુ.જાણકાર લોકો કહી રહ્યા છે. રોલ્સ રોયલ આક્રમક રીતે આગળ વધવા માટે ઇચ્છુક છે. આ સપ્તાહમાં જ એર શો દરમિયાન ઇલેક્ટ્રિક કારની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર ૮૦૫ કિલોમીટર સુધી ઉડાંણ ભરી શકશે. તેની મહતમ ગતિ ૨૦૦ મીલ પ્રતિ કલાકની રહેનાર છે. આમાં પાંચ યાત્રીઓ બેસી શકશે. કંપનીએ કહ્યુ છે કે તેમને આશા છે કે આ ફ્લાઇંગ ટેક્સીના પ્રયોગને જોરદાર પ્રતિસાદ સાંપડશે. આ ફ્લાઇંગ ટેક્સી માટે પ્રોટોટાઇપ આગામી ૧૮ મહિનામાં તૈયાર કરી લેવામાં આવનાર છે. આ એક ઇલેકટ્રિકલ વાહન રહેશે.વર્ષ ૨૦૨૧ સુધી ઉડાણ ભરે તેવી શક્યતા છે. આ વર્ષે એસ્ટન માર્ટિન દ્વારા પણ પોતાની પ્રથમ ફ્લાઇંગ ટેક્સી માટેની માહિતી જારી કરી હતી. રોલ્સ રોયસના સંબંધમાં તમામ લોકો પહેલાથી જ વાકેફ હોવા છતાં ફરી એકવાર જણાવી દઇઇએ કે આ બ્રિટનની લગ્જરી ઓટોમોબાઇલ કંપની છે. જર્મન ગ્રુપ બીએમડબ્લુયની પહેલા માલિકી હતી. રોલ્સ રોયસ પાસેથી લોગો અન રોલ્સ રોયસ બ્રાન્ડ નેમ માટેના અધિકારના રાઇટ્સ મેળવી લીધા બાદ હવે તે જુદા જુદા ક્ષેત્રમાં સક્રિય છે. અલબત્ત રોલ્સ રોયસ બ્રાન્ડનો ઉપયોગ વર્ષ ૧૯૦૬થી કરવામાં આવે છે. જો કે બીએમડબલ્યુ એજીની રોલ્સ રોયસ મોટર કાર ગૌણ કંપનીને લઇને કેટલાક વિરોધાભાસી અહેવાલ આવતા રહ્યા છે. રોલ્સ રોયસ કંપનીની વાત કરવામાં આવે તો તે હેડક્વાર્ટસ બ્રિટનમાં ધરાવે છે. આ કંપનીમાં વર્ષ ૨૦૧૪ના આંકડા મુજબ ૧૩૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેના દ્વારા જુદી જુદી કિંમતી કાર બનાવવામાં આવે છે. પેરેન્ટસ કંપની તરીકે બીએમડબલ્યુ ગ્રુપ છે. માર્ચ ૧૯૯૮માં આની સ્થાપના કરવામાં આવી હતી. રોલ્સ રોયસ મોટર કાર્સ લિમિટેડ વર્ષ ૨૦૦૩ બાદથી રોલ્સ રોયસ બ્રાન્ડેડ કાર બનાવે છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં હાલમાં જોરદાર સ્પર્ધા થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ફ્લાઇંગ કાર ભવિષ્યમાં અનેક રીતે ઉપયોગી સાબિત થઇ શકે છે. સુરક્ષા પાસાની દ્રષ્ટિથી પણ આ બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. ભારે વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભવિષ્યમાં તેનો ઉપયોગ ઉપયોગી સાબિત થશે. આના માટે ક્વાલિફાઇડ રોડ ડ્રાઇવર અને એરક્રાફ્ટ પાયલોટની જરૂર હોય છે. ફ્લાઇંગ કારનો ઉપયોગ નાના અંતર માટે પણ કરી શકાશે.