તંત્રી લેખ…પાયરેસી ડંખ દુષણ

0
32
Share
Share

વર્ષોથી પાયરેસીનો ડંખ બોલિવુડને ઝેલવાની ફરજ પડી રહી છે. તે રોજગારી પર પણ સીધી અસર કરે છે. પાયરેસીના સમસ્યા અને તેના પર અંકુશ મુકવાની બાબતને લઇને હમેંશાથી ચર્ચા રહી છે. પાયરેસી સામે  લોકડાઉન પહેલા અને લોકડાઉન બાદ અવાજ પણ ઉઠી ચુકી ચુકી છે.  બોલિવુડના સંબંધિત લોકો દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવાની શરૂઆત કરી દીધી છે. એક ફિલ્મ બનાવવામાં ખુબ પૈસા ખર્ચ થાય છે. કેટલાક લોકોના રોજગાર તો ફિલ્મ સાથેજ જોડાયેલા છે. જેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે પાયરેસીની સામે એક મત થઇ રહી છે. પાયરેસીની  ફિલ્મ પર માઠી અસર થાય છે. ફિલ્મ નિર્માતાને વધારે નુકસાન થાય છે. સારી પટકથા ધરાવતી ફિલ્મો લીક કરવામાં આવે છે. ઓછા લોકપ્રિય ચહેરા ધરાવતી ફિલ્મ બનાવવા માટે નાણાં ઓછા ખર્ચ કરવામાં આવે છે પરંતુ મોટા સ્ટાર ધરાવતી ફિલ્મ બનાવવા પાછળ તો જંગી નાણાં ખર્ચ કરવામાં આવે છે. પાયરેસીના સફાયાની બાબત તો શક્ય દેખાતી નથી પરંતુ તેના પર કેટલાક પગલા લઇને અંકુશ મુકી શકાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે સરકારને પણ કઠોર નિયમો બનાવવાની જરૂર છે. આના માટે નિષ્ણાંતોની કમિટી બનવી જોઇએ. સામાન્ય લોકો પણ પાયરેસીના મામલે તમામ બાબતો જાણે છે. પાયરેસી ફિલ્મ જોવાની બાબત એક ચોરી સમાન છે. મોઘા ટિકિટ પાયરેસીના માંગને વધારી દેવા માટે ચોક્કસ પણે કારણરૂપ છે. કારણ કે સામાન્ય ફિલ્મને નિહાળવા માટે કોઇ પણ પરિવાર ૨૦૦૦ રૂપિયા ખર્ચ કરશે નહી. આવી સ્થિતીમાં તે વેબસાઇટ પરથી જ આવી ફિલ્મ ડાઉનલોડ કરી નાંખે છે અને ઘરમાં જોઇ નાંખે છે. જો કે કેટલાક લોકો માને છે કે શહેરોમાં હજુ પણ સિંગલ સ્ક્રીન રહેલા છે જ્યા સસ્તામાં ફિલ્મ નિહાળી શકાય છે. થિયેટરના જાદુને ક્યારેય લેપટોપ અને સ્માર્ટ ફોન પર મેળવી શકાય નહી. પરંતુ લોકોને વિચારવાની  જરૂર છે કે આવા સરળ મનોરંજનના ચક્કરમાં તેઓ કેટલાક લોકોની રોજગારી પર લાત મારી રહ્યા છે. લોકોને સમજી લેવાની જરૂર છે કે આ ફિલ્મની પાછળ સેંકડો લોકોની રોજગારી જોડાયેલી હોય છે. ફિલ્મ સારો કારોબાર કરે છે તો ઇન્ડસ્ટ્રીઝ આના કારણે આગળ વધે છે. પરંતુ પાયરેસી ફિલ્મના કારણે તેની ગણતરી પર માઠી અસર થાય છે. લોકો દસ રૂપિયા ખર્ચ કરીને પાયરેટેડ ફિલ્મને પોતાના મોબાઇલમાં  અથવા તો લેપટોપમાં ડાઉનલોડ કરી નાંખે છે. આ બાબત ચોક્કસપણે ખોટી અને ગેરકાયદે છે. પાયરેસીના શિકાર થયેલી મોટી ફિલ્મમાં રજનિકાંતની  કબાલી પણ સામેલ છે.  રજનિકાતના એક્શન ફિલ્મ રજૂ કરવામાં આવ્યાના ૭૦ મિનિટમાં જ લીક થઇ ગઇહતી.  ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. જો કે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં ૩૫૦ કરોડની કમાણી કરી હતી પરંતુ પાયરેસીના કારણે તેને પણ નુકસાન થયુ હતુ.  જાણકાર લોકો માને છે કે કોઇ પણ વ્યક્તિ પેટ કાપીને તો ફિલ્મ નિહાળવા જશે નહી. નિર્માતા અને નિર્દેશકો તથા સરકાર માત્ર કમાણીને જ નહી બલ્કે લોકોની સંખ્યાને પણ ધ્યાનમાં લે તે જરૂરી છે. ટિકિટની કિંમત ઓછી હોવી જોઇએ, સાથે સાથે કાયદાકીય જોગવાઇ પણ કઠોર  હોવી જોઇએ. દેશના આઇટી એક્ટમાં ફિલ્મ પાયરેસીને રોકવા માટે હજુ સુધી કોઇ ખાસ જોગવાઇ નથી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here