કોરોના વાયરસના કારણે દુનિયાના ૨૧૮ દેશો પહેલાથી ત્રસ્ત થયેલા છે. દુનિયામાં આઠ કરોડથી વધારે કેસો કોરોના વાયરસના નોંધાવી ચુક્યા છે અને ૧૮ લાખ લોકોના મોત થયા છે ત્યારે હવે નવા સ્ટ્રેનને લઇને દુનિયા ભયભીત છે. નવા વર્ષમાં નવા સ્ટ્રેનથીપણ લોકો મુશ્કેલીમાં મુકાશે કે કેમ તેની ચર્ચા છેડાઇ ગઇ ેછે. વૈજ્ઞાનિકો તોડ શોધવામાં લાગી ગયા છે. બ્રિટનમાં નવા સ્ટ્રેનની શરૂઆત થયાબાદ હવે તેના કેસો જાપાન, ફ્રાન્સ, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના ૨૬ દેશોમાં જોવા મળ્યા બાદ તે પણ ફફડાટ સર્જે છે. નવા સ્ટ્રેનના લક્ષણ દેખાયા બાદ દુનિયાના દેશોએ બ્રિટનમાંથી આવતી ફ્લાઇટો બંધ કરી છે. કોરોનાએ સમગ્ર દુનિયા અને માનવતા સામે એક પ્રકારની નવી સમસ્યા ઉભી કરી દીધી છે. માનવતાને કઇ રીતે બચાવવામાં આવે તેને લઇને દુનિયાના દેશો લાગેલા છે. વેક્સીન અથવા તો દવા બનાવવામાં ક્યારેય સફળતા મળશે તે અંગે હાલનાં કોઇ વાત કરી શકાય તેમ નથી. વેક્સીનની શરૂઆત તમામ દેશોમાં થઇ છે પરંતુ તે કેટલી અસરકારક રહેશે તે અંગે વાત કરવી મુશ્કેલી છે. વિશવમાં કોરોનાના આઠ કરોડથ્થી વધારે કેસો સપાટી પર આવ્યા છે. લાખોના મોત થયા છે. દર વર્ષે હજારો લોકો એવી બિમારીના કારણે જાન ગુમાવી દે છે જે બિમારીમાં સારવાર શક્ય હોય છે. કેટલીક વખત દર્દી હોસ્પિટલમાં ન પહોંચવાના કારણે મૃત્યુ પામે છે. કેટલીક વખત બેદરકારીના કારણે મૃત્યુ થાય છે. કેટલીક વખત હોસ્પિટલમાં પુરતી સુવિધા ન હોવાના કારણે મૃત્યુ પામેે છે. કેટલીક વખત હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે પણ દર્દીનુ મોત થાય છે. કેટલીક વખત તો નજીવી તકલીફના કારણે પણ દર્દીનુ તબીબોન ઉદાસીનતાના કારણે મૃત્યુ થાય છે આવી સ્થિતીમાં કોઇ નવી બિમારી અંગે સાંભળવા મળે અને તે ઝડપથી ફેલાતી દેખાય ત્યારે લોકો ભયભીત બને તે સ્વાભાવિક છે. આવી જ એક ની દહેશત હવે કોરોના વાયરસ બાદ નવા સ્ટ્રેનને લઇને રહેલી છે. આ એક એક વાયરસ તરીકે છે જેનો આતંક ધીમે ધીમે દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. આ એવો વાયરસ છે જેની સારવાર તો દુરની વાત છે હજુ સુધી તો તેના સોર્સ અંગે પણ માહિતી મળી શકી નથી. લક્ષણોના આધાર પર માની લેવામાં આવ્યુ છે કે આ એક અલગ પ્રકારના વાયરસ તરીકે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે કોરોનાના કેન્દ્ર તરીકે ચીનના વુહાન વિસ્તાર છે. ત્યાંથી દુનિયાના દેશોમાં પહોંચી જતા હાહાકાર ફેલાયો હતો. હવે બ્રિટનથી નવા સ્ટ્રેનની શરૂઆત થઇ છે. કેટલાક જાણકાર લોકો તો અહીં સુધી દાવો કરે છે કે ડબલ્યુએચઓ આંતરરાષ્ટ્રીય દવા નિર્માણ કરતી લોબીના ઇશારે કામ કરે છે. દર બે ત્રણ વર્ષમાં કોઇને કોઇ નવી બિમારી અને વાયરસ આવે છે. ત્યારબાદ તેને રોકવાના નામે દવા કંપનીઓ જોરદાર રીતે સક્રિય થઇ જાય છે. જંગી કમાણી શરૂ થાય છે. બર્ડ ફ્લુ, સ્વાઇન ફ્લુથી લઇને સાર્સ જેવા રોગ આવી ચુક્યા છે. આ તમામ બિમારી ફેલવા અને તેના પર અંકુશ થઇ જવાના ઇતિહાસ રહેલા છે. બિમારીઓના લક્ષણ અને તેને રોકનાર દવામાં પણ કોઇ ખાસ અંતર દેખાતા નથી. હવે કોરોના વાયરસના લક્ષણ જોવામાં આવે તો તે ફ્લુ જેવા દેખાઇ રહ્યા છે.