તંત્રી લેખ…દુધને લઇને ગેરરિતી

0
6
Share
Share

ભારતમાં કોરોના કાળમાં દરેક ચીજમાં ભેળસેલના પ્રમાણમાં િ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આને લઇને વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. દુધના કાળા કારોબારને લઇને ચોંકાવનારી માહિતી હાલમાં સપાટી પર આવી રહી છે. કેટલાક હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં હાલમાં વેચાઇ રહેલા દુધ પૈકી ૫૦ ટકા દુધમાં ભેળસેળ છે. આ પ્રકારના દુધના ઉપયોગથી બાળકો અને અન્ય લોકોને નુકસાન થવાની શક્યતા દેખાઇ રહી છે. લોકોના આરોગ્ય સાથે ચોક્કસપણે ચેડા કરવામાં આવી રહ્યા છે. તપાસ માટે ઉઠાવવામાં આવેલા નમુનામાં કાચા અને પ્રોસિસ્ડ દુધ બંને પ્રકારના દુધનો સમાવેશ થાય છે. ફસાઇના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે નમુના લેવામાં આવ્યા હતા તે પૈકી જે બાબત સૌથી ચોંકાવનારી રહી છે તે એ છે કે ૫૦ ટકા દુધ જે દેશમાં વેચાય છે તે નક્કી કરવામાં આવેલા માપદંડ મુજબ નથી. સારી બાબત એ છે કે માત્ર ૧૦ ટકા દુધ જ આરોગ્ય માટે ઘાતક છે. જ્યારે ૩૯ ટકા દુધમાં ભેળસેળ પાણી અને અન્યોની હતી. જે શરીર માટે નુકસાનકારક નથી. પ્રોસેસ્ડ દુધમાં ૪૭.૪ ટકા દુધ નક્કી કરવામાં આવેલા માપદંડ મુજબ નથી. જ્યારે ૧૭.૩ ટકા આરોગ્ય માટે ખતરનાક છે. કાચા દુધમાં પણ ૪૫.૫ ટકા નમુના નક્કી કરવામાં આવેલા માપદંડ મુજબ નથી. ભેળસેલના મામલે કઠોર સજાની જોગવાઇ હોવા છતાં ભેળસેળના કેસો સપાટી પર આવી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે કેટલાક રાજ્યો તો આઇપીસીમાં ફેરફાર કરીને આવા મામલામાં આજીવન કારાવાસની સજાની જોગવાઇ કરી ચુક્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે પેકેટમાં ઉપલબ્ધ દૂધ બીમારીને આમંત્રણ આપી શકે છે. જાણકાર નિષ્ણાંતો અને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યોગ્ય તાપમાનની જાળવણી નહીં હોવાની સ્થિતિમાં પેકેજમાં ઉપલબ્ધ દૂધમાં અનેક પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય છે. તાજેતરમાં જ કરાયેલા આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે પેકેજિંગ પ્લાન્ટમાંથી દૂધ નીકળ્યા બાદ કન્ઝ્‌યુમર સુધી આ દૂધ પહોંચે તે વચ્ચેના ગાળામાં દૂધ માટે યોગ્ય તાપમાન જાળવણી થતી નથી. અલબત્ત દૂધને ગરમ કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે પરંતુ ડેરી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે તેમના પ્રોડેક્ટ ૨૧ ટેસ્ટ મારફતે પસાર થાય છે. લોકોને સેફ અને સુરક્ષિત દુધ મળે તે માટે પગલાં લેવામાં આવે છે. ખોટી ચકાસણીથી ખોટા પરિણામ આવી શકે છે. કન્ઝ્‌યુમર વોઇસ સંસ્થા દ્વારા તાજેતરમાં જ દિલ્હીમાં વેચાતાં ૧૨ બ્રાન્ડના પેકેજ દૂધના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ તેમાં અભ્યાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પેકેટમાં રહેલા દૂધમાંથી સાત ડિગ્રી તાપમાનને આદર્શ ગણવામાં આવે છે પરંતુ આ બાબતનું ધ્યાન વધારે રાખવામાં આવતું નથી. દુકાનો સુધી પહોંચવાના ગાળા દરમિયાન આ બાબતનું ધ્યાન આપવામાં આવતું નથી. દુકાનોમાં પહોંચ્યા બાદ પણ તાપમાન મામલે ગંભીરતા રાખવામાં આવતી નથી. દુધના કાળા કારોબાર સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખવા અને તેમને પકડી પાડવાની જરૂર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here