તંત્રી લેખ…દરેક વયમાં જોબ છે

0
21
Share
Share

એવી ધારણા ખોટી છે કે મોટી વયમાં સારી જોબ મળી શકે નહી. કોઇ પણ વયમાં સારી નોકરી મળી શકે છે તેમાં કોઇ બે મેત નથી. જો કે આના માટે તરીકા  જુદા જુદા હોય છે. દરેક વયમાં જોબ શોધી કાઢવાની પ્રક્રિયા અને તરીકા બદલાતા જાય છે. આને લઇને પણ અભ્યાસની કામગીરી વિતેલા વર્ષોમાં નિષ્ણાંતો દ્વારા હાથ ધરવામાં આવી ચુકી છે. જેમાં કેટલીક મહત્વપૂર્ણ બાબત સપાટી પર આવી છે. દરેક વયમાં જોબ શોધવાની પદ્ધિતી સુ રહેલી છે તેના પર ધ્યાન આપવામાં આવે તો કેટલીક બાબતોને સારી રીતે સમજી શકાય છે. આ તો કડવી વાસ્તવિકતા છે કે વય વધવાની સાથે સાથે જોબ શોધવાની બાબત વધારે મુશ્કેલ રૂપ બનતી જાય  છે. જોબ માર્કેટમાં કો પણ કંપની યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપે છે. આના માટેના કેટલાક કારણો હોય છે. ભારતમાં મોટા ભાગે હાયરિંગ મેનેજર અનુભવ કરતા વધારે યુવાનોને મહત્વ આપવામાં આવે છે. તેમને લાગે છે કે દેશમાં યુવાનો ખુબ મોટી સંખ્યામાં છે. જેથી ઓછા પૈસામાં વર્કફોર્સ જરૂરી પ્રમાણમાં મળી જાય છે. યુવાનો એનર્જીથી સજ્જ અને ભરેલા હોય છે. આયુવાનો લાંબા સમય સુધી કામ કરી શકે છે. હાયરિંગ મેનેજર વિચારે છે કે સતત ટેકનોલોજી બદલાઇ રહી છે અને આવી સ્થિતીમાં યુવાનો નવી ટેકનોલોજીને વધારે ઝડપથી સારી રીતે શિખી શકે છે. બિઝનેસ માહોલમાં અનુભવની કોઇ વેલ્યુ હવે રહી નથી. જુદી જુદી વયમાં જોબ સર્ચ કરતી વેળા જુદી જુદી રણનિતી અપનાવવામાં આવે છે. ૩૦ વર્ષની વયમાં જોબ સર્ચ પર ધ્યાન આપવામાં આવે તો કેટલીક વિગત ઉભરીને સપાટી પર આવી છે. કેટલીક સ્કીલ હાંસલ કરવામાં આવે છે. રેજ્યુમ પણ શાનદાર રાખવામાં આવે છે. કઇ રીતે પોતાના કેરિયરને દિશા આપી શકાય છે તે બાબત ઉપયોગી હોય છે. આ વયમાં પુરતા પ્રમાણમાં જોખમ લઇ શકાય છે. સાથે સાથે મનની વાત સાંભળી શકવાની સ્થિતી હોય છે. ખરાબ દિવસો માટે કેટલાક મહિનાના પગારને રીઝર્વ રાખવામાં આવે તે જરૂરી છે. દરેક પ્રકારના ઇન્ટરવ્યુ અને ઇન્ટરેક્શનથી કેટલીક નવી બાબત શિખવા મળે તે જરૂરી છે. દરેક સપ્તાહમાં છથી આઠ કલાકનો સમય સર્ચ અને એન્જોય તેમજ લર્ન માટે નક્કી કરવામાં આવે તો ઉપયોગી સાબિત થાય છે. એવા અવસરની શોધ કરવી જોઇએ જેના કારણે પ્રગતિની તક વધારે રહે છે. કામ પર પ્રભાવ છોડી શકાય તેવી કેરિયરની હમેંશા પસંદગી કરવાની વિચારણા કરવી જોઇએ. વર્તંમાન કંપનીમાં સ્વૈચ્છા સાથે લીડરશીપ રોલ કરવા માટે તૈયારી રાખવી જોઇએ. આ રીતે મોટા કામમાં પોતાની ભૂમિકા મોટી રહે તેવા કામ કરવા જોઇએ. પોતાના સહ કર્મચારીઓ, ક્લાઇન્ટો, જુના બોસ અને ઇન્ડસ્ટ્રીઝ પ્રોફેસરની સાથે સંબંધ કુબ સાનુકુળ રાખવા જોઇએ. ભવિષ્યની નોકરી માટે પ્રોફેશનલ નેટવર્ક રહે તેવી બાબત પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. પોતાના વર્તમાન એમ્પ્લોયરને રોલ બદલી નાંખવા માટે પણ રજૂઆતો કરવી જોઇએ. ૪૦ વર્ષની વયમાં દરેક વ્યક્તિ માટે ટર્નિંગ પોઇન્ટ હોય છે. આ ગાળામાં મોટા ભાગના પ્રોફેશનલ સૌથી વધારે કામ કરી શકે તેવી સ્થિતીમાં હોય છે. જોબ સર્ચ દરમિયાન પોતાની સામે સૌથી મોટા પડકારો, નવા એમ્પ્લોયરની સામે પોતાને કુશળ સાબિત કરવાની આ સુવર્ણ તક હોય છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here