તંત્રી લેખ…તમામ માટે માસ્ક જરૂરી

0
24
Share
Share

કોરોના વાયરસના વધતા જતા આતંકને રોકવા માટે દુનિયાના દેશો પ્રયાસ કરી રહ્યા છે. આમા ંસફળતા પણ મળી રહી છે.  કેટલાક દેશો વધારે સફળ રહ્યા છે તો કેટલાક દેશો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે. જેમાં અમેરિકા અને ભારત જેવા દેશોનો સમાવેશ થાય  છે જ્યાં કોરોનાના કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ન્યુઝીલેન્ડ ંસંપૂર્ણપણે કોરોનામુક્ત જાહેર કરાયુ છે. તમામ માટે માસ્ક હવે જરૂરી  હિસ્સા તરીકે છે. માસ્કને લઇને લોકોમાં ભ્રમ પણ ફેલાય છે. આજ કારણસર દરેક વ્યક્તિ વધારે કિંમતમાં માસ્ક અને સેનેટાઇઝરની ખરીદી હાલમાં કરી રહી છે. હેલ્થ નિષ્ણાંતોનુ કહેવુ છે કે દરેક વ્યક્તિ માટે માસ્ક જરૂરી નથી. માસ્કને લઇને લઇને પણ લોકોની પાસે પુરતી માહિતી નથી. હેલ્થ એક્સપર્ટનુ કહેવુ છે કે દરેક વ્યક્તિ માટે માસ્ક જરૂરી નથી. માત્ર એવા જ લોકોને માસ્ક પહેરી લેવાની જરૂર છે જે લોકો સારવાર સાથે જોડાયેલા છે. આનાથી ગ્રસ્ત લોકો માસ્ક પહેરી શકે છે. જે લોકો કોરોના વાયરસથી ગ્રસ્ત દેશોમાંથી આવ્યા છે તે લોકોએ માસ્ક પહેરી રાખવાની જરૂર છે. હેલ્થ કેયર નિષ્ણાંતો જે કોરોના વાયરસથી ગ્રસ્ત દર્દીની સારવાર કરી રહ્યા છે તે લોકોએ માસ્ક પહેરી રાખવાની જરૂર છે. જાણકાર નિષ્ણાતો કહે છે કે હોસ્પિટલમાં કામ કરી રહેલા બીજા તબીબો અને અથવા તો અન્ય પેરામેડિકલ સ્ટાફને પણ માસ્ક પહેરીને આગળ વધવાની બાબત જરૂરી નથી. એન૯૫ માસ્ક પણ માત્ર ૯૫ ટકા સુધી ઇન્ફેક્શનથી બચાવ કરે છે. આને સામાન્ય લોકોને પહેરી રાખવાની કોઇ જરૂર નથી. આને તો હેલ્થ કેર સાથે જોડાયેલા લોકો માટે બનાવવામાં આવ્યા છે. હાલમાં ભારતની સાથે સાથે દુનિયાના દેશોમાં કોરોના આતંક જારી છે ત્યારે માસ્કને લઇને વારંવાર રિપોર્ટ આપવામાં આવ્યા છે. માસ્કની કિંમતો પણ સતત વધી રહી છે. માસ્ક મેળવવા માટે પડાપડી થઇ રહી છે. હાલમાં દરેક વ્યક્તિ કોઇ સર્જિકલ માસ્ક પહેરીને ફરી રહી છે. જો કે નિષ્ણાંતોની વાત માનવામાં આવે તો સ્વસ્થ વ્યક્તિને સર્જિકલ માસ્ક પહેરી લેવાની કોઇ જરૂર નથી. કારણ કે તે માસ્ક ઇન્ફેક્શનથી બચાવ કરતા નથી. બલ્કે બીજામાં ઇન્ફેક્શન ફેલતા રોકે છે. આને માત્ર પિડિત વ્યક્તિ જ લગાવે તે જરૂરી છે. બીજાના ઇન્ફેક્શનના કેસમાં માત્ર એન૯૫ માસ્ક જ અસરકારક છે. જો કે આની સાથે જ કેટલાક અન્ય સુરક્ષા ઉપાય પણ કરવાની જરૂર હોય છે. જો સામાન્ય વ્યક્તિ કરી શકે તેમ નથી. આ પણ માત્ર આઠ કલાક સુધી જ સુરક્ષિત રહે છે. જેથી માસ્ક માત્ર ઇન્ફેક્શનથી ગ્રસ્ત વ્યક્તિ જ લગાવે તે જરરી છે. જો માસ્ક લગાવી રહ્યા છો તો સૌથી પહેલા માસ્કને સ્પર્શ કરતા પહેલા સાબુથી હાથને ધોઇ નાંખવાની જરૂર હોય છે.જો એમ સ્પર્શ કરવામાં આવે તો તે બેકાર થઇ જાય છે. સર્જિકલ માસ્કનો બીજી વખત ઉપયોગ કરવાની સ્થિતીમાં ઇન્ફેક્શનની શક્યતા અનેક ગણી વધી જાય છે. માસ્કને યોગ્ય સ્થાન પર ફેંકી દેવાની જરૂર હોય છે. જો આવુ કરવામાં ન આવે તો ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે. માસ્ક પહેરવાથી ખતરો ચોક્કસપણે ઘટી જાય છે. કારણ કે આસપાસ રહેલા લોકોના ઇન્ફેક્શનથી બચાવી લેવામાં માસ્ક ઉપયોગી સાબિત થાય છે. તમામ દેશોમાં લોકો હવે માસ્કનો ઉપયોગ સતત કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here